<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

મહાજંગ માટે થઈ જાવ તૈયાર: એક પણ રૂપિયો ખર્ચ્યા વગર જુઓ ભારત-પાકિસ્તાન લાઈવ મેચ!

કોલંબોમાં આજે સાંજે ૭ વાગ્યે હાઈ-વોલ્ટેજ ડ્રામા; મોબાઈલ અને ટીવી પર ફ્રીમાં મેચ જોવાની આ રહી શાનદાર ટ્રીક!

કોલંબો/રાજકોટ: ક્રિકેટ જગતનો સૌથી મોટો મુકાબલો એટલે ભારત વિરુદ્ધ પાકિસ્તાન! T20 વર્લ્ડ કપ 2026 ના આ ધમાકેદાર જંગ માટે આખું વિશ્વ થંભી જવાનું છે. આજે 15 ફેબ્રુઆરીએ કોલંબોના મેદાનમાં સાંજે 7 વાગ્યાથી જ્યારે બંને ટીમો સામસામે હશે, ત્યારે ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને હશે. સૌથી ખુશીની વાત એ છે કે આ વખતે તમારે આ મેચ જોવા માટે ખિસ્સું ખાલી કરવાની જરૂર નથી. જો તમે ઘરે બેઠા આ મેચનો આનંદ લેવા માંગો છો, તો DD Sports ચેનલ પર તેનું સીધું પ્રસારણ મફતમાં ઉપલબ્ધ રહેશે. ફ્રી ડિશ કનેક્શન ધરાવતા યુઝર્સ કોઈ પણ વધારાના ચાર્જ વગર આ રોમાંચક ટક્કર માણી શકશે.
મોબાઈલ પર મેચ જોવા માંગતા યુઝર્સ માટે પણ સારા સમાચાર છે. JioHotstar ઓટીટી પ્લેટફોર્મ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ છે. ટેલિકોમ દિગ્ગજોએ પણ ક્રિકેટના શોખીનો માટે ખાસ ઓફર્સ રજૂ કરી છે. Jio અને Airtel જેવા ઓપરેટર્સ માત્ર રૂ.100 ના ડેટા પ્લાન સાથે JioHotstar નું એક મહિનાનું સબ્સ્ક્રિપ્શન ફ્રી આપી રહ્યા છે. બીજી તરફ, Vi (વોડાફોન-આઈડિયા) માત્ર રૂ.44 માં 1GB ડેટા સાથે આખા મહિનાનું સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે. એટલે કે, હવે ડેટાની ચિંતા વગર તમે તમારી મનપસંદ ભાષામાં ગમે ત્યાં બેસીને "ચેમ્પિયન્સની લડાઈ" જોઈ શકશો.
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પણ આ મેચ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, પરંતુ ડિજિટલ યુગમાં મોબાઈલ સબ્સ્ક્રિપ્શનની આ ઓફરોએ ચાહકોમાં "આ તો શાનદાર છે ભાઈ..." જેવો માહોલ સર્જી દીધો છે. તો તૈયાર થઈ જાવ, પોપકોર્ન લઈ લો અને ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે સજ્જ થઈ જાવ!

(10:30 AM IST)