તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Sunday, 15th February 2026
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે...

ભરૂચના દહેજમાં કંપનીમાં ભીષણ આગ
દહેજની 'Alivus Life Sciences Limited' નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૩ કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે, જેમને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે.
જૂનાગઢ ભવનાથમાં શિવરાત્રી નિમિત્તે માનવ મહેરામણ
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથ તળેટીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. 'બમ બમ ભોલે' ના નાદથી સમગ્ર તળેટી ગૂંજી ઉઠી છે. સોમનાથ અને નાગેશ્વર સહિતના શિવ મંદિરોમાં પણ વહેલી સવારથી પૂજા-અર્ચના થઈ રહી છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેનું વિસ્તરણ
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ૯૩.૩૦ કિલોમીટર લાંબા આ હાઈવેને હવે ૬ લેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની અને વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
બાંગ્લાદેશમાં રાજકીય હલચલ
બાંગ્લાદેશની ચૂંટણીમાં જીત બાદ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી એન પી) એ ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે
સુરતમાં ગુનાખોરી સામે પોલીસની કાર્યવાહી
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક મૂકબધિર મહિલા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં ચોરીના ટેમ્પો અને બાઈક સાથે અન્ય એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
સોનાના ભાવમાં સ્થિરતા
વેલેન્ટાઈન ડે પર સોનાના ભાવમાં ઉછાળો આવ્યા બાદ અમદાવાદ સહિતના બજારોમાં કિંમતો સ્થિર જોવા મળી છે. ૨૪ કેરેટ સોનાનો ભાવ હાલ સ્થિર સ્તરે છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
