<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

iPhone પ્રેમીઓને ઝટકો! શું iPhone 18 માટે હવે 2027 સુધી જોવી પડશે રાહ? Appleના લોન્ચ પ્લાનમાં મોટો ફેરફાર

કંપનીનું હવે તમામ ધ્યાન iPhone 17 પર કેન્દ્રિત : iPhone 18માં A20 પ્રોસેસર, 48MP ડ્યુઅલ કેમેરા અને iOS 27 જેવા દમદાર ફીચર્સ હોવાની ચર્ચા : પણ લોન્ચિંગમાં વિલંબના અહેવાલોથી ચાહકોમાં નિરાશા

 નવી દિલ્હી: જો તમે દર વર્ષે સપ્ટેમ્બરમાં નવા iPhoneની રાહ જોતા હોવ, તો આ વખતે તમારે તમારી ધીરજની કસોટી કરવી પડી શકે છે. ટેક જગતના લેટેસ્ટ લીક્સ મુજબ, Apple કંપની તેની વર્ષો જૂની લોન્ચિંગ પેટર્નમાં મોટો ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલો સૂચવે છે કે iPhone 18 આ વર્ષે બજારમાં નહીં આવે, પરંતુ તેને વર્ષ 2027 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. હાલમાં કંપનીનું પૂરું ધ્યાન iPhone 17 શ્રેણી પર છે, જે ફેબ્રુઆરી 2027ની આસપાસ લોન્ચ થાય તેવી શક્યતા છે. જો આ વાત સાચી સાબિત થાય, તો લાંબા સમય બાદ એવું બનશે કે કોઈ વર્ષમાં નવો iPhone મોડેલ રિલીઝ નહીં થાય.

iPhone 18ના ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં અત્યાધુનિક A20 પ્રોસેસર અને 8GB RAM હોવાની અપેક્ષા છે, જે તેને સુપર ફાસ્ટ બનાવશે. કેમેરા વિભાગમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે, જેમાં 48MPનો પ્રાઇમરી સેન્સર અને 48MPનો જ અલ્ટ્રા-વાઇડ લેન્સ મળી શકે છે, જે OIS સપોર્ટ સાથે આવશે. ડિસ્પ્લેની વાત કરીએ તો, 6.3-ઇંચની સુપર રેટિના ડિસ્પ્લે જેમાં 3000 nitsની જબરદસ્ત બ્રાઇટનેસ હશે, તે યુઝર્સને અદભૂત વિઝ્યુઅલ અનુભવ આપશે. આ ડિવાઇસ આગામી iOS 27 પર ચાલશે તેવી પણ પ્રબળ શક્યતા છે.

કિંમતની દ્રષ્ટિએ જોતા, iPhone 18 ભારતીય બજારમાં અંદાજે ₹85,900ની શરૂઆતની કિંમતે લોન્ચ થઈ શકે છે. ડિઝાઇનના મામલે Apple કદાચ બહુ મોટા પ્રયોગો નહીં કરે, કારણ કે iPhone 17માં જ નોંધપાત્ર ફેરફારોની આશા રખાઈ રહી છે. જોકે, નવા કલર વેરિઅન્ટ્સ અને પ્રીમિયમ ફિનિશિંગ હંમેશાની જેમ આકર્ષણનું કેન્દ્ર રહેશે. અત્યારે તો Appleના ચાહકો માટે આ 'રાહ જોવાની રમત' થોડી અઘરી બની શકે છે, પણ કહેવાય છે ને કે "સબ્ર કા ફલ મીઠા હોતા હૈ," તો કદાચ iPhone 18 ખરેખર ક્રાંતિકારી સાબિત થાય.

(7:28 PM IST)