<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની બે દિ’ કચ્છની ભાવવાહી મુલાકાત: સામાજિક જવાબદારી નિભાવ્યા બાદ મહાશિવરાત્રીની પૂજા કરી લેબર કેમ્પમાં કામદારો સાથે ચા પી સાધ્યો સંવાદ

ઝરપરાના ચારણ અગ્રણીના નિધન બાદ પરિવારજનોને મળી આપી સાંત્વના, શિરાચા ગામે મહાદેવ મંદિરે પૂજા કરી, મુંદ્રાના આગેવાનોને અને કંપનીના કર્મચારીઓને ઉષ્માભેર મળ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬ : અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીની મુંદ્રાની બે દિવસીય મુલાકાત અત્યંત ફળદાયી અને પ્રેરણાદાયી રહી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક સમાજ સાથે ઊંડો સંબંધ જોડી, શોક-સંતાપમાં ભાગીદારી નિભાવી અને ગ્રુપના વિવિધ એકમોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. બે દિવસ પહેલાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા મુંદ્રા પહોંચીને શ્રી ગૌતમભાઈ અદાણીએ ઝરપરા ગામે ચારણ સમાજના સામાજિક અગ્રણી ભારૂભાઈ ગઢવીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યારબાદ તેમણે મુંદ્રાના સ્થાનિક અગ્રણીઓ સાથે વ્યૂહાત્મક બેઠક યોજી. હતી. સ્થાનિક લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કરતાં શાલ, શ્રીફળ તથા પાઘડી ઓઢાડીને તેમનું ભવ્ય સન્માન કર્યું હતું. બેઠકમાં મુંદ્રાના ભવિષ્યના વિકાસ, આગામી યોજનાઓ અને સ્થાનિક અને સામાજિક ઉત્થાન અંગે વિસ્તૃત ચર્ચા થઈ.

આ ચર્ચામાં શ્રી ગૌતમ અદાણીએ કહ્યું: “અદાણી ગ્રુપ વિકાસના કાર્યોને ઝડપથી આગળ વધારશે, પરંતુ આ સુવિધાઓની યોગ્ય જાળવણી અને સંભાળમાં સ્થાનિક સમુદાય સમાન જવાબદારી છે. આમ જ કરીને આ વિકાસ લાંબા સમય સુધી લોકો માટે ઉપયોગી રહેશે.” તેઓ એ વધુ માં જણાવ્યું હતું કે આગામી સમયમાં કંપની સામાજિક કલ્યાણ મને વિવિધ પ્રોજેકટો લાવશે જે અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણલક્ષી અને સામાજિક ઉત્થાનનાં વિવિધ પાસઓ ને આવરી પ્રોજેક્ટ રજૂ કરશે કંપની. જેના પ્રતિભાવમાં સ્થાનિક અગ્રણીઓએ પણ ઉત્સાહથી અદાણી ગ્રુપ સાથે ખભે ખભો મિલાવીને મુંદ્રાના વિકાસમાં સક્રિય સહભાગી બનવાની તૈયારી દર્શાવી હતી.

બીજે દિ’ ગઈકાલે મહાશિવરાત્રિના પવિત્ર પર્વે શ્રી ગૌતમ અદાણીએ ભાગવત કથા સ્થળ શ્રી દાણેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરી લોકોની સુખાકારી માટે પ્રાથના કરી હતી. 

ત્યારબાદ તેમણે અદાણી ગ્રુપના મુખ્ય એકમોની વિગતવાર મુલાકાત લીધી અને કામગીરી, ટેકનોલોજી તથા ભવિષ્યની યોજનાઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી જેમાં અદાણી પેટ્રોકેમ પ્લાન્ટ, બિલ્ડકાસ્ટ ફેક્ટરી, અદાણી સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને વોટર ડીસેલિનેશન પ્લાન્ટની મુલાકાત મુખ્ય રહી હતી. શ્રી ગૌતમભાઈ અદાણીએ દિવસે લેબર કેન્ટીનમાં સહજતાથી મુલાકાત કરી, સામાન્ય કપમાં જ ગરમાગરમ ચા લીધી, એક પણ ક્ષણ માટે પણ એમના ચહેરા પર કોઈ અંતર નહોતું દેખાતું. બસ, એક પિતા જેવી મમતાથી, એક મિત્ર જેવી નિર્દોષતાથી કામદાર ભાઈઓ સાથે વાતો શરૂ થઈ. “કેમ છો? કામમાં કંઈ તકલીફ તો નથી ને?” આ સાદા શબ્દોમાં એટલો ઊંડો સ્નેહ, એટલી સાચી કાળજી હતી, અને પછી તો હળવા હાસ્યની સાથે, એમણે બધાને “અમારા ગ્રુપના સૌથી મહત્વના સાથીઓ” કહીને સંબોધ્યા! આ શબ્દો સાંભળીને એ કામદારોના ચહેરા પર જે ગર્વ અને ખુશી ચમકી ગઈ, એ જોવા જેવું હતું. એક ક્ષણ માટે લાગ્યું કે મોટા-મોટા ઓફિસો, બોર્ડરૂમ કે હેલિકોપ્ટર કરતાં આ નાનકડી કેન્ટીન, આ ગરમ ચાના કપ અને આ સાદા લોકોના દિલ સાથેનો સંબંધ જ શ્રી ગૌતમભાઈ અદાણીની સૌથી મોટી સંપત્તિ છે.

સફળતાના શિખરે ઊભા રહીને પણ એમનું દિલ આજે પણ એટલું જ સાદું, એટલું જ નરમ અને એટલું જ નિખાલસ છે. કામદારો નું કેહવું હતું કે આવા માણસને જોઈને ખરેખર લાગે છે કે મહાનતા કોઈ મહેલમાં નહીં, બલ્કે આવા નાના-નાના પ્રેમના સ્પર્શમાં, શ્રી ગૌતમભાઈની સાદગીમાં જ રહે છે.

આ મુલાકાતથી મુંદ્રા વિસ્તારમાં વિકાસની નવી ઊર્જા અને સ્થાનિક સમુદાય સાથેના સંબંધોમાં વધુ મજબૂતાઈ આવી છે. શ્રી ગૌતમ અદાણીના આ પગલાં વિકાસ, સમાજસેવા અને સમુદાય સાથેના ગાઢ જોડાણનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરે છે.

(9:51 AM IST)