News of Monday, 16th February 2026
કાયદો ભણ્યા વિના સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ જાતે લડયો અને જીત્યો
જબલપુરના ૧૯ વર્ષના અથર્વ ચતુર્વેદીએ સુપ્રીમ કોર્ટના જજને દસ મિનિટની દલીલમાં પોતાની વાત સમજાવી દીધેલી : હાઈ કોર્ટમાં તેણે દલીલ કરેલી ત્યારે તો જજે કહેલું કે તારે ડોક્ટર નહીં, વકીલ બનવાની જરૂર છે

જબલપુર,તા.૧૬: સુપ્રીમ કોર્ટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ (NEET UG) પાસ કરનારા ઇકોનોમિકલી વીકર સેક્શન (EWS) કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ કોલેજોમાં આ ક્વોટા અંતર્ગત પ્રોવિઝનલ ઍડ્મિશન આપવાનો આદેશ આપ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય પાછળ જબલપુરનો ૧૯ વર્ષનો અથર્વ ચતુર્વેદી છે. અથર્વએ NEET UG પરીક્ષા પાસ કરી હતી, પરંતુ પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં ચ્ષ્લ્ ક્વોટા અંતર્ગત એટલા માટે જ ઍડ્મિશન નહોતું થઈ શક્યું કેમ કે મધ્ય પ્રદેશ સરકારે આ માટે કોઈ નીતિ નહોતી બનાવી. જબલપુરના અથર્વ ચતુર્વેદીએ આ માટે જાતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને મુખ્ય ન્યાયાધીશને માત્ર ૧૦ મિનિટની દલીલમાં પોતાની વાત સમજાવવામાં સફળ રહ્યો.
સુપ્રીમ કોર્ટમાં રજૂ થતાં પહેલાં અથર્વએ જબલપુર હાઈ કોર્ટમાં પણ જાતે જ પોતાના કેસ માટેની દલીલો કરી હતી. એ વખતે જજે કહ્યું પણ હતું કે તારે ડોક્ટર નહીં, વકીલ બનવું જોઈએ.
જબલપુરમાં રહેતો અથર્વ એક સામાન્ય ટ્વેલ્થ પાસ વિદ્યાર્થી છે. તેનું સપનું ડોક્ટર બનવાનું છે. તેણે એન્જિનિયરિંગ અને મેડિકલ બન્નેની એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી, પરંતુ ચ્ષ્લ્ ક્વોટા અંતર્ગત પ્રાઇવેટ કોલેજમાં ઍડ્મિશન નહોતું મળી રહ્યું. અથર્વના પિતા મનોજ ચતુર્વેદી વકીલ છે, પણ તેમણે કદી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી નહોતી. અથર્વ તો માત્ર પિતાનું કામ જોતો રહેતો હતો અને તેણે જાતે જ પોતાને થઈ રહેલા અન્યાય વિરુદ્ધ લડાઈ કરવાનું નક્કી કરી લીધેલું. તેણે બે વાર NEET UG પરીક્ષા પાસ કરી છે. NEETમાં તેને ૫૩૦ માર્ક મળ્યા હતા.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
