<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મિડ-ડે મીલમાં એક લીટર દૂધ ૯૦ બાળકોને પિવડાવાય છે

એક બાલટી પાણી ભરીને એમાં એક લીટર દૂર રેડીને મિક્‍સ કરવામાં આવે છે

ઢિકવાહા,તા.૧૬: ઉત્તર પ્રદેશના ઢિકવાહા ગામમાં આવેલી પ્રાથમિક સ્‍કૂલનો એક વિડિયો સામે આવ્‍યો છે. એમાં મિડ-ડે મીલમાં થતી ઝોલઝાલ ઉજાગર થઈ છે. સ્‍કૂલમાં ૯૦ બાળકો છે, પણ તેમને આપવા માટે માત્ર એક લીટર દૂધ જ ખરીદવામાં આવે છે. એક બાલટી પાણી ભરીને એમાં એક લીટર દૂર રેડીને મિક્‍સ કરવામાં આવે છે અને બધાં જ બાળકોને દૂધ આપવામાં આવે છે. આ દૂધમાં પાણી મેળવાઈ રહ્યું છે કે પાણીમાં દૂધ એવો સવાલ ખડો કરે છે. ૯૦ બાળકો માટે જે દૂધની ફાળવણી થાય છે એ દૂધ રસોઈયા સહિત બીજા મળતિયાઓના ખિસ્‍સામાં જાય છે. 

(9:55 AM IST)