<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

યુએઈના ઈતિહાસને કેમેરામાં કંડારનાર જાણીતા ભારતીય ફોટોગ્રાફર રમેશ શુક્‍લનું ૮૭ વર્ષની વયે દુબઈમાં નિધન

‘સ્‍પિરિટ ઓફ ધ યુનિયન' તસવીરના સર્જક અને ૫૦ દિરહામની નોટ પર જેમના ફોટાને સ્‍થાન મળ્‍યું તેવા ‘રોયલ ફોટોગ્રાફર'ની વિદાયઃ અબુ ધાબીના શાસકો સાથેના ગાઢ સંબંધો અને ઐતિહાસિક વારસાનો અંત : અકિલા પરિવાર સાથે આત્‍મિય નાતો અકિલા પરિવારે થોડા સમય પહેલા જ શ્રી રમેશભાઈ શુકલના જીવન-કવનને આવરી લેતો ૨ ફુલ પેઈજનો અહેવાલ પ્રસિધ્‍ધ કર્યો હતો. આ મહાન તસ્‍વીરકાર રમેશભાઈએ આ અહેવાલ વાંચી અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ટેલિફોનિક લાંબી વાતચીત કરી ખુબ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.

દુબઈઃ સંયુક્‍ત આરબ અમીરાત (UAE) ના ઈતિહાસના સાક્ષી અને દેશના સ્‍થાપક પિતાઓના યાદગાર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરનાર ખ્‍યાતનામ ભારતીય ફોટોગ્રાફર શ્રી રમેશ શુક્‍લનું રવિવારે સવારે દુબઈની રાશિદ હોસ્‍પિટલમાં ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. હૃદયની બીમારી સામે ઝઝૂમ્‍યા બાદ રમેશભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ભારત અને UAE બંને દેશોના કલા અને ઈતિહાસ જગતમાં ઘેરા શોકની લહેર ફરી વળી છે. રમેશભાઈના પરિવારમાં તેમની પત્‍ની તરુણ શુક્‍લ અને પુત્ર નીલ શુક્‍લ છે.

ઐતિહાસિક તસવીરોના જાદુગરઃ રમેશભાઈ શુક્‍લ ‘રોયલ ફોટોગ્રાફર' તરીકે પ્રચલિત હતા, જે શીર્ષક તેમને દુબઈના તત્‍કાલીન શાસક દિવંગત શેખ રાશિદ બિન સઈદ અલ મકતુમે આપ્‍યું હતું. તેમની સૌથી પ્રખ્‍યાત કૃતિ ૨ ડિસેમ્‍બર ૧૯૭૧ના રોજ લેવાયેલી ‘સ્‍પિરિટ ઓફ ધ યુનિયન' તસવીર છે, જેમાં UAE ના તમામ સ્‍થાપક નેતાઓ સંઘની રચનાના દસ્‍તાવેજ પર હસ્‍તાક્ષર કર્યા બાદ રાષ્ટ્રધ્‍વજ સામે ઊભેલા જોવા મળે છે. આ ઉપરાંત, શેખ ઝાયેદની તેમણે ખેંચેલી તસવીર આજે UAE ની ૫૦ દિરહામની ચલણી નોટ પર શોભી રહી છે.

અંતિમ ક્ષણો સુધી કાર્યરત રહેવાનો જુસ્‍સોઃ તેમના પુત્ર નીલ શુક્‍લએ ભાવુક થઈને જણાવ્‍યું કે, પિતા છેલ્‍લા એક વર્ષથી હૃદયની બીમારીથી પીડાતા હતા. એક અઠવાડિયા પહેલા હાર્ટ એટેક આવ્‍યા બાદ તેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા, પરંતુ શનિવારે અચાનક ખેંચ આવતા તેમને હોસ્‍પિટલ લઈ જવાયા હતા. હોસ્‍પિટલમાં પણ તેઓ નર્સો સાથે વાતો કરતા હતા અને પોતાની લાક્ષણિક ઊર્જા સાથે હકારાત્‍મક હતા. તેઓ અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગતા હતા.ઙ્ઘ હોસ્‍પિટલમાં વાતચીત દરમિયાન જ તેમને હાર્ટ એરેસ્‍ટ આવ્‍યો અને તેમનું અવસાન થયું.

૧૯૬૦ના દાયકાથી UAE ના વિકાસના સાક્ષીઃ રમેશભાઈ ૧૯૬૦ના દાયકામાં ભારતથી દુબઈ આવ્‍યા હતા. ત્‍યારથી લઈને અત્‍યાર સુધી તેમણે દેશના પરિવર્તનને કેમેરામાં ઝીલ્‍યું છે. તેમનો અમૂલ્‍ય સંગ્રહ આજે ઝાયેદ નેશનલ મ્‍યુઝિયમ અને ઇત્તીહાદ મ્‍યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્‍યો છે. તાજેતરમાં જ તેમના પરિવારે શ્‍ખ્‍ચ્‍ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્‍મદ બિન ઝાયેદ અલ નાહયાન અને દુબઈના શાસક શેખ મોહમ્‍મદ બિન રાશિદ અલ મકતુમ સાથે મુલાકાત કરી તેમના કાર્યોની વિગતો શેર કરી હતી.

પત્‍નીનો મજબૂત સાથ અને વારસોઃ રમેશભાઈ શુક્‍લની સફળતામાં તેમની પત્‍ની તરુણ શુક્‍લનો મોટો ફાળો રહ્યો છે. તેઓ પોતે રમેશભાઈએ ખેંચેલા ફોટાના નેગેટિવ્‍સ પ્રોસેસ કરવાનું કામ કરતા હતા. પુત્ર નીલ જણાવે છે કે પિતાએ જે ઐતિહાસિક વારસો છોડ્‍યો છે, તેને આગામી પેઢી સુધી જીવંત રાખવો એ હવે તેમની જવાબદારી છે. રમેશ શુક્‍લ ભલે આજે આપણી વચ્‍ચે નથી, પરંતુ તેમની તસવીરો હંમેશા શ્‍ખ્‍ચ્‍ ના ભવ્‍ય ઈતિહાસની યાદ અપાવતી રહેશે

 

 

 

(10:00 AM IST)