News of Monday, 16th February 2026
એસ્ટ્રો ગુરુ દીપક જૈન દ્વારા ઇન્દોરમાં ભવ્ય નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન શિબિર: ગુજરાત બહારનો પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો: બપોરે ૧ થી રાત્રે ૯:૩૦ સુધી સતત ચાલેલા કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ઇન્દોર: અમદાવાદના જાણીતા એસ્ટ્રો ગુરુ દીપક જૈને વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં લીધેલા સંકલ્પને પૂર્ણ કરતા મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે વિશાળ નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું. અમદાવાદમાં ૬ સફળ કાર્યક્રમો બાદ ગુજરાતની બહાર આ તેમનો પ્રથમ મોટો કાર્યક્રમ હતો. ઇન્દોરના મલ્હાર ગંજ સ્થિત જૈન મંદિરના ટ્રસ્ટીઓના આમંત્રણને માન આપીને આ ઐતિહાસિક શિબિર યોજવામાં આવી હતી.
આ શિબિરમાં બપોરે ૧ વાગ્યાથી લઈને રાત્રે ૯:૩૦ વાગ્યા સુધી હજારો લોકોએ પોતાની જન્મકુંડળી, ગ્રહ દશા અને ગોચરના આધારે માર્ગદર્શન મેળવ્યું હતું. દીપક જૈને મેડિકલ એસ્ટ્રોલોજી, વ્યવસાયિક પ્રગતિ, આરોગ્યલક્ષી સમસ્યાઓ, પારિવારિક વિવાદો અને લગ્ન સંબંધિત પ્રશ્નોના સરળ અને સચોટ ઉપાયો સૂચવ્યા હતા. તેમણે અગાઉ જાહેર કર્યું હતું કે જો કોઈ સંસ્થા કે સમાજ તેમને આમંત્રણ આપશે તો તેઓ ભારતભરમાં ગમે ત્યાં નિઃશુલ્ક સેવા આપવા તૈયાર છે. આ કાર્યક્રમની સફળતાએ જ્યોતિષ વિદ્યા પ્રત્યે લોકોની શ્રદ્ધા અને દીપક જૈનની સેવાભાવનાને ઉજાગર કરી છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
