<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

જેફરી એપસ્‍ટેઇન સ્‍કેન્‍ડલઃ સ્‍કૂલની બહારથી છોકરીઓને ફસાવીને આઈલેન્‍ડ પર લઈ જવાનું ભયાનક રિક્રૂટમેન્‍ટ નેટવર્ક ષડયંત્રઃ ફલોરિડામાં ચાલી રહેલી સેક્‍સ પિરામિડ સ્‍કીમનો પર્દાફાશ

‘લિટલ સેન્‍ટ જેમ્‍સ' આઈલેન્‍ડ પર લઈ જઈ છોકરીઓને નશાની હાલતમાં રાખવામાં આવતી અને બલી સહીતની કાળા જાદુ જેવી ખોફનાક પ્રવૃત્તિઓ પણ થતી : કૌભાંડમાં એપસ્‍ટેઇનની સાથે ગિલેન મેક્‍સવેલ, સારા કેન (હવે સારા કેન્‍સિંગ્‍ટન), નાદિયા માર્કિન્‍કોવા અને લેસ્‍લી ગ્રોફ મુખ્‍ય ભૂમિકામાં: ફલોરિડાના પામ બીચ વિસ્‍તારની ૧૫ જેટલી શાળાઓની બહાર ઉભી રહી ૧૪ થી ૧૮ વર્ષની છોકરીઓને ટાર્ગેટ કરતી

ન્યુયોર્ક તા.૧૬: અમેરિકાના કુખ્‍યાત જેફરી એપસ્‍ટેઇન કેસમાં તાજેતરમાં બહાર આવેલી વિગતોએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. કોર્ટના દસ્‍તાવેજો અને જુદા જુદા મીડિયા રિપોર્ટ્‍સમાંથી મળતી માહિતી મુજબ, એપસ્‍ટેઇન અને તેના સાગરીતોએ સગીર વયની છોકરીઓને ફસાવવા માટે એક વ્‍યવસ્‍થિત રિક્રૂટમેન્‍ટ નેટવર્ક ઊભું કર્યું હતું. આ નેટવર્ક કોઈ કોર્પોરેટ કંપનીની જેમ કામ કરતું હતું, જેમાં મુખ્‍ય શિકાર ગરીબ અને મધ્‍યમ વર્ગની કિશોરીઓ હતી.

કોર ફોર મહિલાઓની ભૂમિકાઃ આ આખા કૌભાંડમાં એપસ્‍ટેઇન એકલો ન હતો. તેની સાથે ગિલેન મેક્‍સવેલ ઉપરાંત સારા કેન (હવે સારા કેન્‍સિંગ્‍ટન), નાદિયા માર્કિન્‍કોવા અને લેસ્‍લી ગ્રોફ જેવી મહિલાઓ મુખ્‍ય ભૂમિકામાં હતી. આ મહિલાઓ ફલોરિડાના પામ બીચ વિસ્‍તારની રોયલ પામ બીચ હાઈસ્‍કૂલ જેવી શાળાઓની બહાર વોચ રાખતી હતી. રિપોર્ટ્‍સ મુજબ, તેઓ ૧૪ થી ૧૮ વર્ષની છોકરીઓને ટાર્ગેટ કરતી અને તેમને કહેતી કે તેઓ એક મસાજ થેરાપીના કામ માટે છોકરીઓ શોધી રહી છે. આ કામ માટે તેમને તગડું વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી.

પૈસાની લાલચ અને પિરામિડ સ્‍કીમઃ આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી છોકરીઓને એક વખતના મસાજ માટે ૨૦૦ થી ૩૦૦ ડોલર (ભારતીય ચલણ મુજબ આશરે ૧૬,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયા) આપવાની ઓફર થતી. જ્‍યારે કોઈ છોકરી એકવાર આ જાળમાં ફસાઈ જતી, ત્‍યારે તેની પાસે બીજી છોકરીઓને લાવવાનું કામ કરાવવામાં આવતું. આ એક પ્રકારની 'મલ્‍ટી લેવલ માર્કેટિગ' (એમએલએમ) જેવી સિસ્‍ટમ હતી. જો કોઈ પીડિતા પોતાની બહેનપણીને લાવે, તો તેને વધારાના ૨૦૦ ડોલર આપવામાં આવતા.

આમ, મિત્રો દ્વારા જ મિત્રોનું શોષણ કરાવવાની એક મોટી ચેઇન બની ગઈ હતી.

એપસ્‍ટેઇન આઈલેન્‍ડ અને ભયાનક શોષણ

એકવાર છોકરીઓનો વિશ્વાસ જીત્‍યા બાદ, તેમને પ્રાઇવેટ જેટમાં બેસાડીને કુખ્‍યાત લિટલ સેન્‍ટ જેમ્‍સ આઈલેન્‍ડ પર લઈ જવામાં આવતી હતી. ત્‍યાં મોટા બિઝનેસમેન અને હાઈ-પ્રોફાઈલ લોકોની પાર્ટીઓમાં તેમનો ઉપયોગ થતો.

વાયરલ થઈ રહેલા રિપોર્ટ્‍સમાં એવો પણ દાવો કરવામાં આવ્‍યો છે કે ત્‍યાં છોકરીઓને નશાની હાલતમાં રાખવામાં આવતી અને કાળા જાદુ જેવી તથા બલિ ચડાવવા જેવી તથા બલિ ચડાવવા જેવી ચિત્ર વિચિત્ર પ્રવૃત્તિઓ પણ થતી હોવાના આક્ષેપો શોભીત મલિકના વિડીયો ચેનલ ઉપર પ્રસિદ્ધ થયા છે. જોકે, મુખ્‍યધારાના મીડિયામાં આર્થિક અને શારીરિક શોષણની વિગતો વધુ પ્રમાણિત માનવામાં આવે છે. નાદિયા માર્કિન્‍કોવા જેવી મહિલાઓ, જે પોતે એક સમયે પીડિતા હોવાનું કહેવાતી હતી, તે પછીથી આ રેકેટની મુખ્‍ય સંચાલક બની ગઈ હતી અને હાલમાં તે પાયલોટ તરીકે કામ કરી રહી હોવાનું સામે આવ્‍યું છે.

 

(10:19 AM IST)