News of Monday, 16th February 2026
પ્રધાનમંત્રી ઝૂક્યા પણ છે અને થાક્યા પણ છે: કોંગ્રેસે પીએમના ઈન્ટરવ્યુને 'ઈમેજ મેનેજમેન્ટ' ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ઈન્ટરવ્યુ બાદ કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે પ્રધાનમંત્રીનો આ ઈન્ટરવ્યુ માત્ર તેમની ખરડાયેલી છબીને સુધારવાનો એટલે કે 'ઈમેજ મેનેજમેન્ટ'નો પ્રયાસ છે. કોંગ્રેસ પ્રવક્તાએ કટાક્ષ કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી હવે 'ઝૂક્યા પણ છે અને થાક્યા પણ છે', પરંતુ તેઓ જનતાની સામે તે સ્વીકારી રહ્યા નથી. વિરોધ પક્ષના મતે, દેશની આર્થિક સ્થિતિ અને બેરોજગારીના પ્રશ્નો પરથી ધ્યાન ભટકાવવા માટે પ્રધાનમંત્રીએ આ ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે બજેટ બાદ શેરબજાર અને સામાન્ય જનતામાં જે નિરાશા જોવા મળી છે, તેને દૂર કરવા માટે સરકારે આ કવાયત કરી છે. વિપક્ષનું કહેવું છે કે જો સરકાર ખરેખર સફળ હોત, તો પ્રધાનમંત્રીએ સવાલોના જવાબ આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈતી હતી, નહીં કે પસંદગીની એજન્સીને ઈન્ટરવ્યુ આપવો. કોંગ્રેસે પ્રધાનમંત્રીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ તદ્દન અલગ છે. આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
