News of Monday, 16th February 2026
જર્મનીમાં ઈરાન સરકાર વિરુદ્ધ વિરાટ પ્રદર્શન: લાખો લોકોએ ખામનેઈને સત્તા પરથી હટાવવા કરી માંગ

જર્મનીની ધરતી પર ઈરાનની વર્તમાન સરકાર અને સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામનેઈ વિરુદ્ધ ઐતિહાસિક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. લાખોની સંખ્યામાં ઈરાની મૂળના લોકો અને માનવાધિકાર કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ઈરાનમાં ચાલી રહેલા દમન, મહિલાઓના અધિકારોનું હનન અને રાજકીય કેદીઓ પર થતા અત્યાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'ખામનેઈને સત્તા પરથી હટાવો' અને 'ઈરાનને આઝાદ કરો' જેવા નારાઓથી બર્લિનની ગલીઓ ગુંજી ઉઠી હતી.
આ પ્રદર્શનને અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. વક્તાઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે કે તેઓ ઈરાનની સરકાર પર દબાણ વધારે અને લોકશાહી સ્થાપવામાં મદદ કરે. પ્રદર્શનમાં સામેલ લોકોએ કહ્યું કે ઈરાનની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને તેઓ ડરના ઓથાર હેઠળ જીવવા માંગતા નથી. જર્મનીના સત્તાવાળાઓએ સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે આ પ્રદર્શનને મંજૂરી આપી હતી. આ ઘટનાએ વિશ્વનું ધ્યાન ઈરાનની આંતરિક પરિસ્થિતિ તરફ ફરી એકવાર ખેંચ્યું છે અને ઈરાની સરકાર માટે આ આંતરરાષ્ટ્રીય દબાણ ચિંતાનો વિષય બની શકે છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
