તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 16th February 2026
પ્રતિબંધો હટાવો તો અમે પરમાણુ સમજૂતી કરવા તૈયાર છીએ - ઈરાનનો પ્રસ્તાવ

ઈરાને પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદમાં એક નવો વળાંક આપ્યો છે. ઈરાન સરકારે અમેરિકાને ઓફર આપી છે કે જો તેમના દેશ પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવે, તો તેઓ ફરીથી પરમાણુ સમજૂતી કરવા માટે તૈયાર છે. ઈરાનના વિદેશ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે અમે વાતચીત માટે હંમેશા તૈયાર છીએ, પરંતુ તેના માટે યોગ્ય વાતાવરણ હોવું જરૂરી છે. પ્રતિબંધોને કારણે ઈરાનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેનો ઉકેલ લાવવા ઈરાન હવે નમતું જોખવા તૈયાર હોય તેવું જણાય છે.
આ પ્રસ્તાવ બાદ હવે તમામની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્ર પર છે. અગાઉ ટ્રમ્પે જ આ સમજૂતીમાંથી પીછેહઠ કરી હતી અને કડક પ્રતિબંધો લાદ્યા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઈરાન આર્થિક દબાણ હેઠળ હોવાથી આ ઓફર આપી રહ્યું છે. જો અમેરિકા આ પ્રસ્તાવ સ્વીકારે છે, તો મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થઈ શકે છે. જોકે, ઈઝરાયેલ જેવા દેશો આ સમજૂતીનો વિરોધ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વોશિંગ્ટન આ અંગે શું નિર્ણય લે છે, કારણ કે 'ગૌરવ અને ગરજ' વચ્ચેની આ લડાઈ અત્યારે નિર્ણાયક તબક્કે છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
