<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૨૮

 

     આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

  સ્થળઃ   ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ   મો. ૯૪ર૭ર પ૪ર૭૬

નિશ્ચિત, વાસના દુષ્પૂર છે. તેનો અર્થ થયો કે વાસનાને તૃપ્ત ન કરી શકાય. તમે ભલે લાખ ઉપાય કરો તમારી પાસે જો દસ રૂપિયા હોય તો તમે વીસ રૂપિયાની ઇચ્છા કરશો. જો દસ હજાર હોય તો વીસ હજાર અને જો દસ લાખ હોય તો વીસ લાખ જે દસ અને વીસ વચ્ચેનું આ અંતર છે તે તો કાયમ જ રહે છે. 'વાસના દુષ્પૂર છે' તેનો અર્થ થયો કે— તમારી અતૃપ્તિનો જે અનુપાત છે, તે કાયમ રહે છે, તેમાં કોઈ ફર્ક નથી પડતો. તમે કેટલું કમાઈ શકો છો તેનાથી પણ કોઈ ફર્ક નથી પડતો. તમારી વાસના તો તેટલા જ અંતરે રહે છે — વાસના, ક્ષિતિજ સમાન છે.

સંકલન-તથા ભાષાંતર

સ્વામી સત્યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(12:21 PM IST)