<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ચાંદીમાં ૧૦,૦૦૦ રૂા. તૂટયાઃ સોનામાં ભાવ ઘટયા બાદ ફરી ર,૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૫૦,૦૦૦ અને સોનાના ભાવ વધીને ૧,પ૯,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧૬: બુલીયન માર્કેટમાં   આજે નવા સપ્તાહના પ્રારંભે બજાર ખુલતાની સાથે જ સોના-ચાંદીના ભાવમાં ગાબડુ પડયું હતું. જો કે સોનાના ભાવ ફરી વધી ગયા હતા. ચાંદીમાં ૧૦,૦૦૦ તૂટયા છે અને સોનામાં ૩,૦૦૦ ઘટીને ફરી ર,૦૦૦ રૂા. વધી ગયા હતા.

બુલીયન માર્કેટમાં ે સેન્‍ટમાં મંદીને પગલે આજે બજારો ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં કડાકો થઇ ગયો હતો. ચાંદીમાં ૮,૦૦૦ રૂા. ઘટી ગયા હતા. બપોરે વધુ ર,૦૦૦ રૂા. ઘટીને  ૧૦,૦૦૦ રૂા. તુટી ગયા હતા.  શનિવારે ચાંદી ૧ કિલોના બંધ ભાવ  ર,૬૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ર,પ૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ અફડાતફડી બોલી ગઇ હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે આજે સવારે સોનામાં ૩,૦૦૦ રૂા. ઘટયા હતા. જો કે બાદમાં ફરી ર,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનુ ૧૦ ગ્રામના ભાવ શનિવારે ઘટીને ૧,૬૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,પ૭,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ત્‍યાર બાદ  ફરી ર,૦૦૦ રૂા.નો ભાવમાં વધારો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ ૧૦ ગ્રામના ભાવ ૧,પ૯,૦૦૦ રૂા. થઇ ગયા છે.

સોના-ચાંદીમાં છેલ્લા એક સપ્તાહથી બેતરફ વધઘટ થઇ રહી છે.

(3:25 PM IST)