<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ફોર્મેટ, સ્‍થળ અને તારીખો ભલે બદલાય જાય, પરંતુ ભારત વિ. પાક.નું પરિણામ હંમેશા એક જેવું જ રહેશે, આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન

અમિભાઇ શાહે પાકિસ્‍તાનને ટોણો માર્યો : યોગી આદિત્‍યનાથે મહાશિવરાત્રી પર્વ અને ભારતીય ટીમને જીતના અભિનંદન પાઠવ્‍યા

નવી દિલ્‍હી : આઈસીસી ટી-૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ના હાઈ-વોલ્‍ટેજ મુકાબલામાં ટીમ ઈન્‍ડિયાએ પાકિસ્‍તાનને પછાડીને શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. કેન્‍દ્રીય ગળહ મંત્રી અમિતભાઇ શાહે ભારતીય ટીમને અભિનંદન આપતા પાકિસ્‍તાન પર કટાક્ષ કર્યો હતો.

મેચ પૂરી થયા બાદ તરત જ અમિતભાઇ શાહે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ 'X' પર પોસ્‍ટ કરતા લખ્‍યું, ‘‘શાનદાર રમત બતાવી #TeamIndia. ફોર્મેટ, સ્‍થળ અને તારીખો ભલે બદલાઈ જાય, પરંતુ #IndvsPak નું પરિણામ હંમેશા એક જેવું જ રહેશે. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન.''

ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે પાકિસ્‍તાન સામે ભારતની જીત બાદ 'X' પર પોસ્‍ટ કર્યું, ‘‘મહાશિવરાત્રી પર મહાવિજયની દેશવાસીઓને હાર્દિક શુભેચ્‍છાઓ! ભારતીય ક્રિકેટ ટીમના તમામ સભ્‍યોનું અભિનંદન! જય હિન્‍દ.''

(2:52 PM IST)