<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

કેનેડાના શહેરમાં અનોખું દ્રશ્ય : લાખો સાપ ઍકસાથે બહાર આવતા કુતૂહલ : નાર્સિસ સ્નેક

ડેન્સમાં હાઈબર્નેશન પૂરું થતાં સાપોનું સામ્રાજ્ય સર્જાયું

કેનેડાના મેનિટોબા પ્રાંતમાં આવેલા ઍક શહેરમાં કુદરતની ઍક અનોખી ઘટના જાવા મળી રહી છે, જ્યાં ઍકસાથે લાખોની સંખ્યામાં સાપ જમીન પર ઉમટી પડ્યા છે. આ ઘટનાને જાવા માટે દૂર-દૂરથી પ્રવાસીઅો આવી રહ્ના છે. હકીકતમાં, આ વિસ્તારમાં આવેલા ’નાર્સિસ સ્નેક ડેન્સ’માં શિયાળા દરમિયાન સાપ જમીનની નીચે હાઈબર્નેશન (શીતનિદ્રા)માં જતા રહે છે અને વાતાવરણમાં ગરમાવો આવતા જ તેઅો ઍકસાથે બહાર આવે છે.
આ લાલ બાજુવાળા ગાર્ટર સાપ હોય છે, જે ઝેરી હોતા નથી. હજારો સાપ ઍકબીજા સાથે વીંટળાયેલા જાવા મળે છે, જે ઍક દ્રશ્ય અદભૂત છતાં ડરામણું લાગે છે. આ સમયગાળો તેમના પ્રજનન માટેનો હોય છે. અહેવાલો મુજબ, આ વર્ષે સાપોની સંખ્યા અન્ય વર્ષોની સરખામણીઍ ઘણી વધારે જાવા મળી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઅો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઅો સુરક્ષિત રીતે આ કુદરતી ઘટનાને નિહાળી શકે. (રર.૨૩)

(4:30 PM IST)