News of Monday, 16th February 2026
બાંગ્લાદેશના ‘નવા પીએમ’ તારિક રહેમાનનો હિન્દુઓ માટે મોટો નિર્ણય: ‘તમારા પર અત્યાચાર કરનારાઓને શોધીને સજા અપાશે
BNP ની જીત બાદ ભારત સાથે સંબંધો સુધારવા રણનીતિકાર તારિક રહેમાન સજ્જ: હિન્દુઓની સુરક્ષા અને ભારત પ્રત્યેના બદલાતા વલણથી આખું વિશ્વ હેબતાઈ ગયું

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હવે નવા સમીકરણો રચાઈ રહ્યા છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકારી અધ્યક્ષ અને દેશના સંભવિત નવા વડાપ્રધાન ગણાતા તારિક રહેમાને હિન્દુ લઘુમતીઓ અંગે એક આશ્ચર્યજનક અને મોટું એલાન કર્યું છે. રહેમાને સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકારમાં હિન્દુઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને જેઓએ ભૂતકાળમાં અત્યાચાર કર્યા છે તેમની તપાસ કરી કડક સજા અપાશે.
લાંબા સમય સુધી ભારત વિરોધી ગણાતી BNP ના વલણમાં હવે ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. તારિક રહેમાને પોતાના તાજેતરના નિવેદનોમાં ભારત સાથેના સંબંધોને ‘મજબૂત અને ગાઢ’ બનાવવાની વાત કરી છે. રાજકીય નિષ્ણાતો માને છે કે રહેમાન સમજી ગયા છે કે બાંગ્લાદેશના વિકાસ માટે ભારતનો સાથ અનિવાર્ય છે. ભારત તરફથી પણ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે, જે સૂચવે છે કે દક્ષિણ એશિયામાં શાંતિનો નવો સૂરજ ઉગી શકે છે.
તારિક રહેમાનના આ એલાનથી બાંગ્લાદેશમાં રહેતા લાખો હિન્દુઓમાં એક આશા જાગી છે. તેમણે કહ્યું કે, "હિન્દુ ભાઈ-બહેનો આ દેશનો હિસ્સો છે અને તેમની મિલકત કે આસ્થા પર આંચ નહીં આવવા દેવાય." જોકે, સોશિયલ મીડિયા પર લોકો આને માત્ર ‘ઈમેજ બિલ્ડિંગ’ અથવા ‘બેલેન્સિંગ એક્ટ’ તરીકે પણ જોઈ રહ્યા છે. ભારત સરકારે પણ લઘુમતીઓની સુરક્ષા પર હંમેશા ભાર મૂક્યો છે, ત્યારે રહેમાનનું આ પગલું બંને દેશો વચ્ચેના વિશ્વાસને વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન અનેક હિન્દુ પરિવારોએ નુકસાન વેઠ્યું છે. રહેમાને વચન આપ્યું છે કે જેમણે વગર કારણે લઘુમતીઓ પર હુમલા કર્યા છે, તેમની સામે નિષ્પક્ષ તપાસ થશે. જો આ અમલદારી સ્તરે સાચું સાબિત થશે, તો તે બાંગ્લાદેશના ઈતિહાસમાં એક મોટો વળાંક ગણાશે.
ભારતની બાજ નજર અત્યારે ઢાકાની દરેક હલચલ પર છે, કારણ કે બાંગ્લાદેશમાં સ્થિરતા એટલે ભારતની સરહદો પર શાંતિ
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
