News of Monday, 16th February 2026
‘ઇન્હી લોગો ને લે લીના દુપટ્ટા મેરા...’: મીના કુમારીના આ હિટ ગીત પાછળ છુપાયેલી છે ગણિકાઓના અપમાન અને પીડાની રૂંવાડા ઉભા કરી દેતી ગાથા
માત્ર મનોરંજન નહીં, પણ એક કડવી સામાજિક હકીકત છે ‘પાકીઝા’નું આ ગીત: જાણો શા માટે આ ગીત વારંવાર ગણિકાઓ માટે જ રિમેક કરવામાં આવ્યું?

મુંબઈ: હિન્દી સિનેમાના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો અને ગીતો એવા છે જે દાયકાઓ પછી પણ એટલા જ તાજા લાગે છે. ફિલ્મ ‘પાકીઝા’નું ગીત ‘ઇન્હી લોગો ને લે લીના દુપટ્ટા મેરા’ આજે પણ લોકોના હોઠ પર છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ગીતના શબ્દોમાં મનોરંજન કરતા વધુ અપમાન અને વિવશતાનું દર્દ છુપાયેલું છે.
એક ગીત જે ગણિકાઓની વ્યથા કહે છે
આ ગીતનો ઇતિહાસ ઘણો રસપ્રદ અને તેટલો જ કરુણ છે. મૂળભૂત રીતે આ ગીત કોઈ રમતિયાળ લખાણ નથી, પરંતુ ગણિકાઓના જીવનમાં આવતા ‘ગ્રાહકો’ દ્વારા કરવામાં આવતા તેમના શોષણને રજૂ કરે છે. ‘દુપટ્ટો લઈ લેવો’ એ માત્ર એક રૂપક નથી, પણ એ સ્ત્રીની ઈજ્જત અને તેની અસહાયતા પર કરવામાં આવતો પ્રહાર છે. ફિલ્મમાં મીના કુમારીએ જ્યારે આ ગીત પર નૃત્ય કર્યું, ત્યારે તેમની આંખોમાં જે કરુણા હતી તે આ જ પીડાનું પ્રતિબિંબ હતી.
આ ગીત ‘પાકીઝા’ પહેલા પણ અન્ય ફિલ્મોમાં (જેમ કે ૧૯૪૩ માં ‘આબરૂ’ માં) અલગ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેને હંમેશા કોઠા (વશ્યાલય) અથવા ગણિકાઓના પાત્ર પર જ ફિલ્માવવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે આ ગીતની પ્રત્યેક પંક્તિ એ બજારુ સ્ત્રીના જીવનની કડવી વાસ્તવિકતા છે. ‘સિપાહી’, ‘વેપારી’ અને ‘કાજી’ જેવા શબ્દો દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે સમાજમાં માન-મોભો ધરાવતા દરેક વર્ગના લોકો કેવી રીતે તેમની લાચારીનો લાભ લે છે.
કહેવાય છે કે કમાલ અમરોહી આ ફિલ્મને એક કવિતાની જેમ બનાવવા માંગતા હતા. આ ગીત માટે લતા મંગેશકરનો અવાજ અને મીના કુમારીની અદાકારીએ તેને અમર બનાવી દીધું. પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા એ છે કે આ ગીત ગાતી વખતે અને શૂટ કરતી વખતે જે માહોલ સર્જવો પડતો હતો, તે ઘણો ગંભીર હતો. આ ગીત સાબિત કરે છે કે કલા કેટલીકવાર સમાજની સૌથી અંધારી ગલીઓને પણ સંગીતના સથવારે ઉજાગર કરી શકે છે.
આજે પણ જ્યારે આ ગીત વાગે છે, ત્યારે તે સાંભળનારને મોહિત તો કરે છે, પણ જો તેના અર્થમાં ઉંડા ઉતરીએ તો તે હૃદયને હચમચાવી નાખે તેવી પીડા રજૂ કરે છે
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
