News of Tuesday, 17th February 2026
લગ્ન પહેલાં છોકરો અને છોકરી અજનબી કહેવાય, એવામાં શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય?
લગ્ન પહેલાં સહમતીથી બંધાતા શારીરિક સંબંધ વિશે સુપ્રીમ કોર્ટનાં મહિલા જજ બી.વી. નાગરત્નાએ કહ્યું...

નવી દિલ્હી,તા.૧૭: ગઈ કાલે સુપ્રીમ કોર્ટે રેપના આરોપ સાથે સંકળાયેલા એક કેસમાં લગ્ન પહેલાં રખાતા ફિઝિકલ રિલેશન્સ વિશે ચિતા દર્શાવી હતી. મહિલા જાસ્ટિસ બી. વી. નાગરત્નાએ કહ્યું હતું કે ‘અમે સમજી નથી શકતા કે એક છોકરો અને એક છોકરી લગ્ન પહેલાં શારીરિક સંબંધ કઈ રીતે બાંધી શકે? બની શકે કે અમે જુનવાણી વિચારવાળા છીએ, પરંતુ જ્યાં સુધી લગ્ન નથી થઈ જતાં ત્યાં સુધી છોકરો અને છોકરી અજનબી હોય છે. તેમણે બહુ સાવધાન રહેવું જોઈએ. કોઈએ કોઈના પર ભરોસો ન જ કરવો જોઈએ.'
એક મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ મૂકતી અરજી કરી હતી. આ કેસ સંદર્ભે જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જ્વલ ભુઈઆની બેન્ચે કહ્યું હતું કે ‘આ એવા કિસ્સા નથી જેમાં આરોપ માટે સજા સંભળાવી શકાય, કેમ કે સંબંધ સહમતીથી બંધાયા હોય છે.'
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
