News of Tuesday, 17th February 2026
સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખઃ ગુલામીની માનસિકતાથી મુક્ત થયા દેશના ઐતિહાસિક સ્થળો
કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ ભવનો, માર્ગો અને શહેરોના નામ બદલીને ભારતીય સંસ્કૃતિ અને વીરોને અપાયું સન્માન

નવી દિલ્હી તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાના સંકલ્પ સાથે એક મોટું અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત વર્ષોથી બ્રિટિશ શાસન અથવા મુઘલકાળના પ્રતીક સમાન ગણાતા સ્થાનો અને કાયદાઓના નામ બદલીને તેમને ભારતીય વારસા સાથે જોડવામાં આવ્યા છે.
ભારત સરકારે દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાના સંકલ્પ સાથે એક મહત્વનું અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત વર્ષોથી બ્રિટિશ શાસન અથવા મુઘલકાળના પ્રતીક સમાન ગણાતા અનેક સ્થળો, રસ્તાઓ અને ભવનોના નામ બદલીને તેમને ભારતીય વારસા સાથે જોડવામાં આવ્યા છે.
તાજેતરમાં થયેલા મુખ્ય નામકરણોમાં દિલ્હીના પ્રતિષ્ઠિત રાજપથને હવે કર્તવ્ય પથ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ને સેવા તીર્થ અને રેસ કોર્સ રોડને લોક કલ્યાણ માર્ગ નામ આપીને સેવાનો નવો સંદેશ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) હવે સેવા તીર્થ તરીકે ઓળખાય છે
રાજપથ (દિલ્હી) નું નવું નામ કર્તવ્ય પથ રાખવામાં આવ્યું છે
કેન્દ્રીય સચિવાલયને કર્તવ્ય ભવન નામ અપાયું છે
રાજ ભવન હવે લોક ભવન તરીકે ઓળખાશે
અકબર ભવનનું નામ બદલીને સરદાર પટેલ ભવન કરાયું છે
રેસ કોર્સ રોડ હવે લોક કલ્યાણ માર્ગ તરીકે ઓળખાય છે
અકબર રોડનું નામ મહર્ષિ વાલ્મીકિ માર્ગ કરવામાં આવ્યું છે
મુગલસરાય શહેર હવે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર તરીકે જાણીતું છે
ઔરંગઝેબ રોડનું નામ બદલીને ડો. એપીજે અબ્દુલ કલામ રોડ રખાયું છે
વિક્ટોરિયા ટર્મિનસ હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ છે
હબીબગંજ રેલવે સ્ટેશન હવે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન બન્યું છે
મુગલસરાય જંક્શનનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન કરાયું છે
ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ હવે અરુણ જેટલી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે
ઈલાહાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે
ફૈઝાબાદ હવે અયોધ્યા તરીકે ઓળખાય છે
ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ના બદલે હવે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અમલી બની છે
આ ઐતિહાસિક નિર્ણયો દ્વારા દેશમાં વસાહતી માનસિકતાનો અંત લાવીને ભારતીય ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
