<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ભારતમાં શરૂ થશે દેશની પહેલી ફેસ-ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સુવિધા

આ સુવિધા એસિડ-અટેકના વિક્‍ટિમ્‍સ, ગંભીર રીતે દાઝેલા અને અકસ્‍માતમાં ચહેરો વિકૃત થઈ ગયો હોય એવા લોકો માટે મદદગાર બનશે

નવી દિલ્‍હી, તા.૧૭: દિલ્‍હીની ઑલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્‍સિસ હૉસ્‍પિટલમાં આગામી એક વર્ષમાં દેશનો પહેલો ફેસ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. આ સુવિધા ઍસિડ-અટૅકના વિક્‍ટિમ્‍સ, ગંભીર રીતે દાઝેલા અને અકસ્‍માતમાં ચહેરો વિકળત થઈ ગયો હોય એવા લોકો માટે મદદગાર બનશે.

AIIMSના બર્ન ઍન્‍ડ પ્‍લાસ્‍ટિક સર્જરી ડિપાર્ટમેન્‍ટે આ કૉમ્‍પ્‍લેક્‍સ સર્જરી માટે ડૉક્‍ટરોની ટીમને સ્‍પેશ્‍યલ ટ્રેઇનિંગ આપી છે. બહુ જલદી ફેસ-ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરાવવા માટે એલિજિબલ હોય એવા અને તૈયાર હોય એવા દરદીઓની યાદી બનાવવામાં આવશે. એ પછી ભારતમાં પહેલી વાર ફેસ-ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સુવિધા શરૂ કરવામાં આવશે. દુનિયાભરમાં અત્‍યાર સુધીમાં ૮૦ ફેસ-ટ્રાન્‍સસપ્‍લાન્‍ટ થયા છે. એમાંથી સૌથી વધુ અમેરિકામાં થયા છે.

એશિયામાં અત્‍યાર સુધીમાં ચીન અને ટર્કીમાં પણ આ સર્જરી સફળ થઈ છે. ફેસ-ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે બ્રેઇન-ડેડ ડોનરના ચહેરાની જરૂર પડે છે. ડોનર અને દરદીના સ્‍કિનનો કલર, જેન્‍ડર અને ઉંમરને મૅચ કરવામાં આવે. એ પછી ડોનરના ચહેરાને લઈને બે કલાકની અંદર જ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પ્રક્રિયા શરૂ કરવાની રહે છે. આ સર્જરીમાં ૧૬થી ૪૦ કલાક લાગી શકે છે. સર્જરી પછી શરીર નવા ચહેરાનો સ્‍વીકાર કરે એ માટે દરદીએ આજીવન ઇમ્‍યુનિટી સપ્રેસ કરવા માટેની દવા લેવાની જરૂર પડે છે.

(2:51 PM IST)