<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

અમેરિકામાં ભારત વિરોધી ધિક્કારજનક ભાષણોમાં ૧૧૫ ટકાનો ઉછાળો: ન્યૂયોર્ક ટાઈમ્સ

ન્યૂયોર્ક ટાઈમ્સના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, અમેરિકામાં સોશિયલ મીડિયા પર ભારત અને ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવતા કન્ટેન્ટમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને એચ-વન બી વિઝાને લઈને થતી ચર્ચાઓ વચ્ચે આવા દ્વેષપૂર્ણ ભાષણોમાં ૧૧૫ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત વિરોધી અપશબ્દો અને ટિપ્પણીઓ ધરાવતા વીડિયો અને પોસ્ટને ૨૮ કરોડ (૨૮૦ મિલિયન) થી પણ વધુ વખત જોવામાં આવ્યા છે. અમેરિકન ચૂંટણીઓ અને ઈમિગ્રેશન પોલિસીની ચર્ચાઓ વચ્ચે ભારતીય સમુદાયને નિશાન બનાવતી આવી પ્રવૃત્તિઓ સાયબર સુરક્ષા અને સામાજિક સૌહાર્દ માટે મોટો પડકાર બની રહી છે.

(4:09 PM IST)