<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

મહત્વના સમાચારો ઉડતી નજરે

રાજસ્થાનમાં હવામાનમાં પલટો: જયપુરમાં જોરદાર વરસાદ અને બરફના કરા પડ્યા: ૧૦ જિલ્લામાં હળવો વરસાદ

 

રાજસ્થાનમાં હવામાનમાં પલટો આવ્યો છે અને ફરીથી ઠંડી વધી ગઈ છે. દરમિયાન જયપુર સહિત ૧૦ થી વધુ જિલ્લામાં આજે સવારે ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે જયપુરમાં બપોર પછી અચાનક અંધારું છવાઈ ગયું અને ભારે વરસાદ સાથે બરફના કરા પડ્યા છે. ચાર જિલ્લામાં બરફના કરા પડ્યા છે. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ ૨૦ તારીખથી હવામાનમાં ફરી બદલાવ આવશે 

 

 

*ઉત્તર પ્રદેશની રાજધાનીમાં હળવો વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો*

ઉત્તર પ્રદેશની રાજધાની લખનવમાં આજે હવામાનમાં પલટો આવવા સાથે હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાયો છે. 

 

 

 

*ગુજરાતથી દિલ્હી આવીને બસોમાં ચોરી કરનાર ટોળકી પકડાઈ: ચારની ધરપકડ *

 

દેશના પાટનગર દિલ્હીમાં ગુજરાતથી દિલ્હી આવીને બસોમાં ચોરી કરી રહેલ ટોળકીને ઝડપી લેવામાં આવી છે અને પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરી છે. આ સાથે જ ચોરીનો માલ ખરીદનાર જ્વેલરને પણ પકડી લેવામાં આવ્યો છે.આરોપીઓ તરીકે દઓદિયા ટીપુભાઈ અભિષેક અરુણાબેન અને શ્વેતાના નામ બહાર પડ્યા છે. આ ટોળકીની મહિલાઓ કોઈ તેજ ધારદાર વસ્તુથી બેગ કાપી અને કીમતી સામાન અને રોકડની ચોરી કરી લેતા હતા આ પછી આરોપીઓ ગુજરાત તરફ ભાગી જતા હતા. 

 

* ફિલ્મ અભિનેતા ગોવિંદાને તેના આડા સંબંધો અંગે માફી આપવા માટે પત્ની સુનિતાએ દર્દ ભર્યા સ્વરે કહ્યું હતું કે જો તે સુધરી જાય તો માફ કરી દઈશ 

* અજીત પવારના વિમાનનું બ્લેકબોક્સ આગમાં સળગીને રાખ થઈ ગયું: એએઆઈબીની તપાસમાં મોટો ધડાકો 

* યુપી બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ચૂંટણી પંચે દસ રાજ્યોની ૩૭ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો, ચૂંટણી ૧૬ માર્ચે 

* પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરલ અને પુડુચેરીમાં એપ્રિલમાં અલગ અલગ તારીખો ઉપર વિધાનસભા ચૂંટણીઓ થઈ શકે છે

* વીસ ફેબ્રુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહેલા ભાજપાના નવા અધ્યક્ષ નીતિન નબીન 

* જયપુર બાંધીકુઈ એક્સપ્રેસ વે ઉપર ગુજરાત તરફ આવી રહેલ મોટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભશ્મિભૂત, અંદર બેઠેલું દંપતી કૂદીને બહાર નીકળી જતા બચી ગયું

* આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત પાંચમી વખત ૨૬-૨૭નું વાર્ષિક બજેટ રજૂ થઈ રહ્યું છે 

* ભારત સહિત અનેક દેશમાં સર્વર બગડી જતા youtube વહેલી સવારથી ડાઉન થયું: અનેક દેશોમાં ફરિયાદ ઉઠી: એકાદ કલાકમાં જ youtube ફરી કાર્યરત થયાના દાવો

* લેટિન અમેરિકાના દરિયામાં ડ્રગની હેરાફેરી કરતી ૩ હોડીઓ ઉપર અમેરિકાનો જબ્બર હુમલો કરતા ૧૧ના મોત: નૌકાઓનો ખાત્મો 

* અમેરિકા ઈરાની મંત્રણાઓ આગળ વધતી નથી: ઈરાન અમેરિકાની આકરી  શરતો સ્વીકારવા રાજી નથી: જેના પગલે અમેરિકાએ ૨૪કલાકમાં પશ્ચિમ એશિયામાં ૫૦થી વધુ ફાઈટર જેટ વીમા નો ખડકી દીધા: ઈરાનની વળતી ધમકી

(4:11 PM IST)