News of Wednesday, 18th February 2026
મંદિરના દીવાને સાડી અડી ગઈ અને આગમાં ૭૩ વર્ષનાં મહિલાએ જીવ ગુમાવ્યો

ઉલ્હાસનગર,તા.૧૮: અંબરનાથના એક મંદિરમાં પૂજા કરવા ગયેલી મહિલાની સાડીમાં દીવાની જ્યોત અડી જતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. સારવાર દરમ્યાન ૭૩ વર્ષનાં આ મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અંબરનાથ-વેસ્ટ પોલીસે કહ્યું હતું કે ‘મહિલા ૧૪ ફેબ્રુઆરીએ સ્થાનિક શિવમંદિરમાં પૂજા માટે ગયાં હતાં. તેમની સાડી અકસ્માતે મંદિરમાં પ્રગટાવેલા દીવાના સંપર્કમાં આવી ગઈ હતી અને ઝડપથી આખી સાડીમાં આગ ફેલાઈ ગઈ હતી. મંદિરમાં હાજર લોકોએ તેમને ઉલ્હાસનગર સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં જ્યાં રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
