<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

૪૦૮૦૫૩ કરોડનું વિક્રમી બજેટઃ ૧૧૮૪ કરોડની પુરાંત : ખેડૂતો- મધ્‍યમવર્ગ- ઉદ્યોગ માટે રાહતની જોગવાઇઓઃ વિકસિત ગુજરાતનો રોડ મેપ

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજુ કર્યુઃ ૨૧૦ કરોડની કર રાહતોઃ ઇલેકટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પરનો રીબેટ એક વર્ષ લંબાવાયો : મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ માટે ૭૬૯૦ કરોડઃ ૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરાશેઃ નાગરીકોની સુખાકારી માટે ૨૫૪૦૩ કરોડની જોગવાઇઃ આવાસ યોજના હેઠળ ૩,૧૫,૦૦૦ નવા આવાસો બનશેઃ ૨૯૬૧ નવી બસ માટે ૧૨૮૬ કરોડની જોગવાઇઃ ૫ નવી જીઆઇડીસી બનશેઃ જુની શરતની જમીનની નવી વ્‍યાખ્‍યાઃ ગુજરાતને ડમ્‍પ ફ્રી બનાવાશેઃ ૨૦૨૬નું વર્ષ પ્રવાસન વર્ષઃગુજરાતની માથાદીઠ આવક રૂા.૩,૦૧,૦૦૦ છે જે રાષ્‍ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધારે

 (અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા.૧૮: નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં પાંચમી વખત નવા નાણાકીય વર્ષનું બજેટ રજુ કર્યુ છે.  જેમાં વિક્રમ સર્જક ૪૦૮૦૫૩ કરોડનું કદ છે. ૧૧૮૪ કરોડની પુરાંત છે. ૨૧૦ કરોડ કર રાહત દર્શાવામાં આવે છે. નવા કોઇ કર વેરા નથી. વિકસીત ગુજરાતના રોડ મેપ સમાન આ બજેટ છે. જેમાં મહત્‍વની જોગવાઇઓ કરવામાં આવી છે.

નાણામંત્રીએ બજેટ પ્રવચનમાં જણાવેલ કે સને ૨૦૨૬-૨૭ના વર્ષના અંદાજો અનુસાર એકંદર પુરાંત રૂા.૧૧૮૪ કરોડની રહેશે.

અંદાજપત્રના ભાગરૂપે હવે હું, ચાલુ નાણાકીય વર્ષે કરવામાં આવેલ સુધારાની વિગતો  સાથોસાથ વર્ષ ૨૦૨૬-૨૭ માટેની કરવેરા અંગેની દરખાસ્‍ત રજૂ કરું છું.

ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્‍વી વડાપ્રધાનશ્રી  નરેન્‍દ્રભાઇ મોદીજીએ ૭૯મા સ્‍વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી “Reform Express” ના રોડમેપની ઘોષણા કરેલ હતી. જેમાં જીવન જરૂરીયાતની અનેક ચીજ વસ્‍તુઓ જે સામાન્‍ય જન સમૂહને અસર કરે છે. તેના પર ટેક્‍સમાં મોટી રાહત અને GST કાયદામાં સરળીકરણ કરવાની જાહેરાત કરી હતી.

તા.૩ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૫ ના રોજ યોજાયેલી ૫૬મી GST કાઉન્‍સીલની બેઠકમાં જીએસટી કાયદામાં ઐતિહાસિક Next-Gen  ધારા સાથે પ્રજાલક્ષી GST 2.0 ની જાહેરાત કરી હતી. જે અન્‍વયે તબક્કાવાર કરેલ અમલીકરણ થકી “Ease of living” અને “Ease of Doing Business” ને પ્રોત્‍સાહન મળેલ છે. આ નિર્ણયોથી વિવિધ લાભાર્થીઓ, ખાસ કરીને સામાન્‍ય માણસ, ખેડૂત તથા નાના અને મધ્‍યમ કક્ષાના ઉદ્યોગોને સીધો અને નોંધપાત્ર લાભ થઇ રહેલ છે.

 * વેરા ઘટાડાના પરિણામે એક જ વર્ષમાં આશરે રૂ.૧૧,૦૦૦ કરોડ જેટલી જીએસટી વેરાની બચત થકી રાજ્‍યની જનતાને લાભ થનાર છે.

* કરદાતાઓની વર્કિંગ કેપીટલ બ્‍લોક ન થાય તે હેતુસર જોખમના મૂલ્‍યાંકનના આધારે કરાયેલા રિફંડની ૯૦%રકમ દિન-૭ માં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચુકવવાની જોગવાઇ કરવામાં આવી.

* રજીસ્‍ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે વૈકલ્‍પિક સરળ GST રજીસ્‍ટ્રેશન યોજના શરૂ કરવામાં આવી. નાના અને મધ્‍યમ ઉદ્યોગકારો, કે જેઓ દર મહિને રૂ.૨.૫ લાખ સુધીની વેરાશાખ પાસ ઓન કરે, તો તેઓને કામકાજના ત્રણ દિવસમાં જીએસટી નંબર મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી. આ યોજના હેઠળ ત્રણ જ માસમાં આશરે ૫૨,૦૦૦ જેટલા વેપારીઓએ નોંધણી નંબર મેળવેલ છે.

જીએસટી આવક

જીએસટી તંત્રની કાર્યદક્ષતા અને રાજ્‍યના કરદાતાઓના સહકારથી ગત નાણાકીય વર્ષના ટેક્‍સ કલેક્‍શનની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષે ૧૨%થી વધુની વળદ્ધિ હાંસલ કરેલ છે.

જીએસટી રજીસ્‍ટ્રેશન

ગુજરાતમાં જીએસટી હેઠળ નોંધાયેલ કરદાતાઓમાં, ગત નાણાકીય વર્ષ કરતા આશરે ૮ %વધારા સાથે હવે કુલ નોંધાયેલ કરદાતાઓની સંખ્‍યા ૧૩.૬૯ લાખ થયેલ છે.

જીએસટી રીટર્ન

ગુજરાતના કરદાતાઓની શિસ્‍તબદ્ધતાના પરિણામે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાત રાજ્‍યે સમગ્ર દેશમાં સતત પ્રથમ ક્રમ જાળવી રાખેલ છે. આ સિદ્ધિ માટે રાજ્‍યના આર્થિક વિકાસમાં સહભાગી થવા માટે રાજ્‍યના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.

કનુભાઇ દેસાઇએ કહ્યું છે કે વેપારીઓની સુવિધાઓ અને રજીસ્‍ટ્રેશન પ્રક્રિયાના સરળીકરણની વાત કરીએ તો જામનગરના વેપારીઓએ રજીસ્‍ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોકયુમેન્‍ટ વેરીફિકેશન માટે જૂનાગઢ આવવુ પડતુ હતુ. તેઓને અગવડતા પડતી હતી અને સમયનો વ્‍યય થતો હતો. તેવા વેપારીઓની સુવિધા માટે જીએસટી રજીસ્‍ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવતા તારીખ ૨૬ જાન્‍યુઆરી, ૨૦૨૬થી જામનગર ખાતે અઠવાડીયામાં બે દિવસ રજીસ્‍ટ્રેશનના બાયોમેટ્રીક અને ડોકયુમેન્‍ટ વેરીફીકેશન કરવાની વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવેલ છે. આ સુવિધાઓનો વ્‍યાપ વધારતા આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી. સુરેન્‍દ્રનગર, ભૂજ તેમજ પાટણ ખાતે પણ આ વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવશે.

મોટર વાહન વેરો

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીજી ની ‘‘ગ્રીન ગ્રોથ''ની સંકલ્‍પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેકટ્રીક વાહનો પર ૬%સુધી ઉચ્‍ચક (1umpsuળ) વાહન વેરો અમલમાં છે, તેવા સંપૂર્ણપણે ઇલેક્‍ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર ૧ વર્ષ માટે ૫% સુધી રીબેટ આપી અસરકારક ૧%લેખે વેરાનો દર રાખવાનો નિર્ણય ગત બજેટમાં જાહેર કરવામાં આવેલ હતો. એક વર્ષની આ સમયમર્યાદા પૂરી થનાર છે. માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળની અમારી સરકાર દ્વારા આ રીબેટને વધુ એક વર્ષ લંબાવવાની જાહેરાત કરૂ છું. આ નિર્ણયથી પર્યાવરણ સંવર્ધનની સાથોસાથ રાજ્‍યની જનતાને આશરે રૂ. ૨૧૦ કરોડ જેટલી રાહત પહોંચાડવાનો શુભ આશય રહેલ છે.

સમાપન

સને ૨૦૨૬-૨૭ના વર્ષના અંદાજપત્રની આખરી પરિસ્‍થિતિ આ પ્રમાણે રહેશે.

(રકમ રૂા. કરોડમાં) (૧) અંદાજ અનુસારની પુરાંત (+) ૧૧૮૪ (ૅ૨ )કરવેરામાં સૂચિત વધારો (+) ૦૦ કરવેરામાં સૂચિત વધારો (૩) કરવેરામાં સૂચિત ઘટાડો +) ૨૧૦ (૪) એકંદર અંદાજીત પુરાંત (=) ૯૭૪

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીજીના વિકસિત ભારત - ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે માન. મુખ્‍યમંત્રીશ્રીના વડપણ હેઠળ વિકસિત ગુજરાત - ૨૦૪૭ના રોડમેપના લક્ષ્ય સાથે મહત્તમ ફાળો આપવા માટે ગુજરાત આગળ વધી રહેલ છે. આ રોડમેપ પર રાજ્‍યની અવિરત વિકાસયાત્રાને જાળવી રાખવા માટે સંતુલિત અંદાજપત્ર રજૂ કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. સૌ ગૌરવશાળી ગુજરાતીઓ રાજ્‍યની વિકાસયાત્રામાં સહભાગી થઇ રહ્યા છે ત્‍યારે આ સન્‍માનનીય સભાગળહ મારફત હું તમામ ગુજરાતી ઓના પ્રામાણિક પ્રયાસોને બિરદાવું છું.નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું. (૩.૨૨)

(3:29 PM IST)