<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

સખી મંડળોને બેંક વ્‍યાજ સહાયઃ નમો કોૈશલ્‍ય લક્ષ્મી યોજના

આંગણવાડીમાં ધાત્રી માતાઓ માટે રાશનઃ વિધવાઓને મદદરૂપ થવા સહાય યોજના

ગાંધીનગરઃ GYAN ના ચાર આધાર સ્‍તંભો પૈકી એક સ્‍તંભ એવી નારીશક્‍તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અગત્‍યની છે. મહિલા સશક્‍તિકરણને આર્થિક સ્‍વાવલંબન સાથે જોડવાના દ્રઢ સંકલ્‍પ સાથે રાજ્‍ય સરકાર દ્વારા

‘લખપતિ દીદી' અભિયાનને વિશેષ પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે. ગ્રામ્‍ય અને શહેરી બંને વિસ્‍તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્‍વ-રોજગાર પ્રવળત્તિઓને વિસ્‍તળત કરવા, નવા વ્‍યવસાય શરૂ કરવા અને હાલના વ્‍યવસાયોને સ્‍કેલ-અપ કરવા રૂા.૪૭ કરોડની જોગવાઇ સૂચવું છું. તેમ કનુભાઇ દેસાઇએ કહયુ હતું.

સખી મંડળ સ્‍વ-સહાય જૂથો આજે મહિલા સશક્‍તિકરણનો સૌથી મજબૂત આધાર બન્‍યા છે. સ્‍વ-સહાય જૂથના વ્‍યવસાયને વિસ્‍તારવા અને સ્‍કેલ-અપ કરવા બેંક લોન પર વ્‍યાજ સહાય અને પ્રોત્‍સાહક સહાય આપવા રૂા.૪૫ કરોડની જોગવાઇ કરું છું.

૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્‍તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત રૂા.૯૭૨ કરોડની જોગવાઇ સૂચવું છું.

નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ ૯ થી ૧૨માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ઈં ૧૨૫૦ કરોડની જોગવાઇ કરું છું.

મહિલા પ્રતિનિધિત્‍વને પ્રોત્‍સાહિત કરવા રાજ્‍યની ITIમાં અભ્‍યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી ‘‘નમો કૌશલ્‍ય લક્ષ્મી યોજના'' જાહેર કરું છું. જેના માટે રૂા.૪૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્‍યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે રૂા. ૨૮૪૮ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્‍ય સરકાર દ્વારા ૧૦૯૧ મહિલા હેલ્‍પલાઇન, મહિલા પોલીસ સ્‍ટેશનો અને CCTV નેટવર્ક દ્વારા મહિલાઓની સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત બનાવવામાં આવી છે.

રાજ્‍યના સર્વાંગી વિકાસને ગતિ આપવા તેમજ વિકસિત ગુજરાતક્‍૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા ગુજરાત રાજ્‍ય ઇન્‍સ્‍ટિટયૂશન ફોર ટ્રાન્‍સફોર્મેશન(GRIT)ની રચના કરવામાં આવેલ છે. GRIT દ્વારા-Infrastructure, Innovation, Individuals અને Institutions - આ ચાર આયામો પર આધારિત લાંબાગાળાનું અને પરિણામલક્ષી વિકાસનું આયોજન થઇ રહ્યું છે.

રાજ્‍યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્‍ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્‍ટ્ર, સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાનો વિસ્‍તાર અને કચ્‍છ એમ ૬ (છ) ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્‍ટર પ્‍લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્‍ટ તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક પ્રવળત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્‍સાહન મળશે. જેના માટે રૂા.૨૦૦૦ કરોડની જોગવાઇ કરું છું.(૨.૧૮)

(3:48 PM IST)