News of Wednesday, 18th February 2026
૫૦,૦૦૦ કરોડનું વિકસિત ગુજરાત ફંડઃ સોમનાથ- દ્વારકા એકસપ્રેસ માર્ગ માટે ૩૦૦૦ કરોડ

ગાંધીનગરઃ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. ૫૦ હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દ્રઢ સંકલ્પ છે. જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં ઈં ૧૦ હજાર કરોડની જોગવાઇ કરું છું. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબાગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. તેમ નાણામંત્રીએ બજેટમાં જણાવ્યુ હતું.રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ઈં ૩૦૦૦ કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કળતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.
ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમીકોન હબ ગુજરાતને Chip ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યાં છે. જે ભારતની સેમીકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે.
ધોલેરા SIR ખાતે ફેઝ-૧ હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં, ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ તથા સ્માર્ટ ICT સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વૈશ્વિક કેન્દ્ર બનશે. જેના માટે વિકસિત ગુજરાત ફંડ સહિત કુલ રૂા.૬૧૦ કરોડની જોગવાઇ સૂચવું છું
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
