<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

સમૃધ્‍ધ લગ્ન સ્‍થળ ‘વેડ ઇન ગુજરાત' વિકસાવાશે

હવાઇ સેવા વધુ વિકસાવાશે : લોથલમાં પાયાની સુવિધા વધારાશે : પોરબંદર, ભાવનગર, એરપોર્ટ વિસ્‍તરણ

ગાંધીનગર, તા. ૧૮ :  સરકાર બજેટમાં   ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ.૧૩૯૪૨ કરોડની જોગવાઇ કરી છે.

પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે રૂ.૩૦૯૦ કરોડની જોગવાઇ કરી છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ રૂ.૫૫૦ કરોડની જોગવાઇ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઇ.

પ્રવાસન ક્ષેત્રને રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પ્રસ્‍થાપિત કરવા રૂ.૧૦૦ કરોડની જોગવાઇ.

દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્‍ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્‍તરણ માટે રૂ.૯૫ કરોડની જોગવાઇ.

નાના શહેરો/આંતરિક વિસ્‍તારોને મોટા શહેરો અને મહત્‍વના વિસ્‍તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્‍યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ રૂ.૭૮ કરોડની જોગવાઇ.

વન સ્‍ટેટ : વન ગ્‍લોબલ ડેસ્‍ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્‍લોબલ ડેસ્‍ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્‍વાભિમાન પર્વની ઉજવણી માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ.

ભારત સરકારના ૅઉડે દેશ કા આમ નાગરીકૅ (ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્‍યમથી એર કનેક્‍ટિવિટી પૂરી પાડવા રૂ.૨૦ કરોડની જોગવાઇ.

આસ્‍થાના કેન્‍દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ(આશાપુરા) તેમજ ગીરનાર ખાતે મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા માઁ નર્મદા પરિક્રમા પથ ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ભી કરવા રૂ.૨૦ કરોડની જોગવાઇ.

લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા અર્થે ડેવલપમેન્‍ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ એટ લોથલ માટે જોગવાઇ.

ગુજરાતને વૈભવી અને સંસ્‍કળતિથી સમળદ્ધ લગ્ન સ્‍થળ તરીકે સ્‍થાપિત કરવા ૅવેડ ઇન ગુજરાતૅ કેમ્‍પેઇન માટેનું આયોજન.

આદિવાસી સમાજના આસ્‍થાના કેન્‍દ્રો જેવા કે, માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રી મહોત્‍સવ અને શબરી ધામ

શ્રી રામ શબરી મિલન મહોત્‍સવ ઉજવવા તેમજ અનુસૂચિત જાતિના આસ્‍થાના કેન્‍દ્રોમાં આ રીતે આયોજન કરવા માટે જોગવાઇ.

(4:42 PM IST)