<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

સોમનાથ ગ્‍લોબલ ડેસ્‍ટિનેશનઃ અંબાજી કોરીડોર પ્‍લાન

ગિરનારના શિવરાત્રી મેળામાં અને નર્મદાની પરિક્રમા માટે પપ કરોડની જોગવાઇ

ગાંધીનગર, તા. ૧૮: વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્‍થળ તરીકે ‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી' ઉભરી આવ્‍યું છે. જેના કારણે પરિવહન, હોસ્‍પિટાલિટી અને હસ્‍તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્‍યો છે. જેણે સ્‍થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્‍તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે ઈં ૨૩૬ કરોડની જોગવાઇ કરું છું.

સમગ્ર ભારતવર્ષની આન, બાન, શાન અને સ્‍વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્‍થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીજીના નેતળત્‍વમાં શરૂ કરાયેલ ‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ'ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે.

અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને ‘વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને સાકાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના ‘વન સ્‍ટેટ : વન ગ્‍લોબલ ડેસ્‍ટિનેશન'ના વિઝનને સાકાર કરવા સોમનાથને શ્નગ્‍લોબલ ડેસ્‍ટિનેશનઙ્ખ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્‍કળતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્‍દ્ર બન્‍યાં છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્‍કળતિની અનુભૂતિ કરાવતું ‘નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્‍યુઝિયમ' લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્‍યના પ્રવાસન સ્‍થળો ખાતે એક હજાર ટુરિસ્‍ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્‍ત આયોજનો માટે કુલ ૨૯૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજ્‍યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્‍યતા સાથે ‘વેડ ઇન ગુજરાત (Wed in Gujarat) કેમ્‍પેઇન દ્વારા ગુજરાતની વેડીંગ ડેસ્‍ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.

અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે ‘અંબાજી કોરીડોર માસ્‍ટરપ્‍લાન' અંતર્ગત રૂ. ૩૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ૫૫ કરોડની જોગવાઇ સૂચવું છું.

સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્‍તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્‍દ્ર તરીકે વિકસી રહ્યાં છે. તેમજ વિસાવડા-પોરબંદર ખાતે સ્‍થાનિક પ્રવાસનને પ્રોત્‍સાહન આપવા કુલ રૂ. ૬૦ કરોડની જોગવાઇ કરું છું.

રાજ્‍યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્‍ટેશન તેમજ અન્‍ય સ્‍થળોએ બસ સ્‍ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્‍ટી મોડેલ ટ્રાન્‍સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે રૂ. ૪૪૭ કરોડનું આયોજન છે.

(3:49 PM IST)