<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

વર્ષ ર૦ર૬ ગુજરાત પ્રવાસન વર્ષ

વિતેલા વર્ષમાં રર કરોડથી વધુ લોકોએ ગુજરાત પ્રવાસ કર્યો

ગાંધીનગર : ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્‍યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્‍દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ૨૨ કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્‍યના મહેમાન બન્‍યા છે.  ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકળતિનું વૈવિધ્‍ય અને સંસ્‍કળતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્‍ટ્રીય તથા આંતરરાષ્‍ટ્રીય ફલક પર પ્રસ્‍થાપિત કરવા વર્ષ ૨૦૨૬ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું તેમ કનુભાઇ દેસાઇએ બજેટ પ્રવચનમાં જણાવ્‍યું હતું.

દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક સમા ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ' યોજાઈ. જે દેશના યુવાનોમાં દેશભક્‍તિ, એકતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવશે. 

(4:48 PM IST)