<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજકોટ પી.ડી.યુ. હોસ્‍પિટલમાં 1000 બેડની ક્ષમતા કરાશે

રાજકોટ-ભાવનગર વગેરેમાં યુ.એન. મહેતા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્‍ડ રીસર્ચ માટે ૧૬૭ કરોડની જોગવાઇ

ગાંધીનગર, તા. ૧૮: આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ માટે કુલ રૂ. ૨૫૪૦૩ કરોડની જોગવાઇ જાહેર કરી નાણામંત્રી કનુભાઇએ ગૃહમાં જણાવેલ કે  આપણે ત્‍યાં કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા' આરોગ્‍ય-તંદુરસ્‍તીને સાચી સંપતિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીજીએ યોગથી લઇને આયુષ્‍યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્‍યથી માંડીને સ્‍પેશ્‍યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રી જન આરોગ્‍ય-મુખ્‍યમંત્રી અમળતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્‍યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે રૂ. ૩૪૭૨ કરોડની જોગવાઇ.

G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્‍પિટલો માટે રૂ. ૧૮૫૧ કરોડની જોગવાઇ.

આરોગ્‍ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્‍ય જાહેર આરોગ્‍યની સમસ્‍યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્‍ટ માટે રૂ. ૫૦૨ કરોડની જોગવાઇ.

અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલ તથા કેન્‍સર, કાર્ડિયાક-ન્‍યુરો, યુરો-નેફ્રો સુપર સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલ માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ.

સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્‍પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્‍ધ કરાવવા રૂ. ૨૦૦ કરોડની જોગવાઇ.

ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્‍ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે રૂ.૧૮૬ કરોડની જોગવાઇ.

યુ.એન. મહેતા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્‍ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્‍ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે રૂ. ૧૬૭ કરોડની જોગવાઇ.

ગુજરાત કેન્‍સર એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્‍ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્‍ધપુર, હિંમતનગર અને ગોધરા માટે રૂ. ૧૫૩ કરોડની જોગવાઇ. પી.ડી.યુ. હોસ્‍પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્‍પિટલ માટે  રૂ. ૯૦ કરોડની જોગવાઇ.

છ સરકારી સિવિલ હોસ્‍પિટલ ખાતે ક્‍લોઝ સિસ્‍ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્‍ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા રૂ. ૬૦ કરોડની જોગવાઇ.

 

(3:53 PM IST)