News of Wednesday, 18th February 2026
બેટરી સંચાલિત ત્રિચક્રી વાહનોની ખરીદીમાં સબસીડીઃ ગૌશાળાઓ માટે બાયોગેસ પ્લાન્ટ

ગાંધીનગર, તા.૧૮: ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ.૪૨૯ કરોડની જોગવાઇ.
ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચ કરી દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશના પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે.
સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે રૂ.૨૭૮ કરોડની જોગવાઇ.
બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા રૂ.૧૬ કરોડની જોગવાઇ.
ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી ૭૦ જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે રૂ.૧૨ કરોડની જોગવાઇ.
રાજ્યની શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા મિશન લાઇફ પ્રવળત્તિની જાગરૂકતા વધારવા રૂ.૯ કરોડની જોગવાઇ.
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગળહોમાં ૧૨૦૦ સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા રૂ.૭ કરોડની જોગવાઇ.
ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે રૂ.૫ કરોડની જોગવાઇ.
રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ/વિન્ડ/હાઈબ્રીડ સિસ્ટમ માટે IOT આધારિત મોનિટરિંગ વ્યવસ્થા માટેનું આયોજન.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
