<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

૧ર મહાનગરોમાં સંકલિત કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર

મહાનગરોમાં ડીજીટલ લાઇબ્રેરી બનાવાશેઃ રાજકોટ, જુનાગઢ, જામનગરમાં MICE માટે ૧૦૦ કરોડની ફાળવણી

ગાંધીનગર, તા. ૧૮: ઝીરો વેસ્‍ટ શહેરો - નિર્મળ ગુજરાત ૨.૦ અને પિન્‍ક ટોઇલેટ માટે કુલ ઈં ૩૨૯ કરોડની જોગવાઇ.

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. ૨૩૬ કરોડની જોગવાઇ.

શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્‍માર્ટ ર્પાકિંગ તથા ઇન્‍ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમ માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઇ.

૧૨ મ્‍યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્‍ટિગ્રેટેડ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરની સ્‍થાપના માટે રૂ. ૧૮૦ કરોડની જોગવાઇ.

ગાંધીનગર ખાતે નમો સેન્‍ટ્રલ લાઇબ્રેરી અને રાજ્‍યની અન્‍ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ.

દરેક મહાનગરપાલિકામાં સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ અને ફલાયઓવર નીચે સ્‍પોર્ટસ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકસાવવા માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ.

રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ.

લોથલ અને અંબાજીને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ રૂ. ૧૪૭ કરોડની જોગવાઇ.

ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions) ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ.

મુખ્‍યમંત્રી નગર નવજીવન યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ.

SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ.

શહેરી વિસ્‍તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ

(3:59 PM IST)