<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

અમદાવાદ-સુરત મેટ્રો વિસ્‍તરણ થશેઃ શહેરોને ફાટક મુક્‍ત બનાવવાની નેમ

 

ગાંધીનગરઃ શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ માટે  કુલ રૂ. ૩૩૫૦૪ કરોડની જોગવાઇ કરાઈ. રાજ્‍યની લગભગ ૪૮%થી વધુ વસ્‍તી શહેરી વિસ્‍તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્‍ય સરકાર કામ કરી રહી છે. તેમ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ પ્રવચનમાં જણાવ્‍યું હતું.

શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્‍યની સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ.૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ.

શહેરી સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓને નાણાકીય સહાય માટે રૂ.૩૩૫૪ કરોડની જોગવાઇ.

અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્‍તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે રૂ.૨૨૧૭ કરોડની જોગવાઇ.

અમળત મિશન ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્‍યવસ્‍થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે રૂ.૧૯૦૦ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે રૂ.૧૪૨૦ કરોડની જોગવાઇ.

શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ રૂ.૧૩૭૬ કરોડની જોગવાઇ.

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્‍ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્‍તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્‍પ્રુવમેન્‍ટ પ્રોજેક્‍ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે રૂ.૮૦૦ કરોડની જોગવાઇ.

સ્‍વચ્‍છ ભારત મિશન(અર્બન) ૨.૦, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત ૨.૦ માટે કુલ રૂ.૫૭૭ કરોડની જોગવાઇ.

શહેરી વિસ્‍તારોને રેલ્‍વે ક્રાઙ્ઘસિંગ મુક્‍ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઇ

(4:47 PM IST)