<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

પ વર્ષમાં ૧.૬૦ લાખ ગ્રામીણ આવાસો બનાવાશેઃ નિર્મળ ગ્રામ યોજના

વીબીજી યોજના માટે ૧પ૦૦ કરોડ ફાળવાયાઃ લખપતિ દીદી યોજનામાં વ્‍યાજ સહાય

ગાંધીનગર : પંચાયત, ગ્રામ ગળહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ રૂા. ૧૪૮૫૮ કરોડની જોગવાઇ ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્‍ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્‍યના ગ્રામીણ વિસ્‍તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૫૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં આશરે ૧ લાખ ૬૦ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.

ગુજરાત સ્‍વચ્‍છ ગામ, સ્‍વસ્‍થ ગામ યોજના, મહાત્‍મા ગાંધી સ્‍વચ્‍છતા મિશન તથા નિર્મળ ગુજરાત ૨.૦ ને  એકીકળત કરીને મુખ્‍યમંત્રી નિર્મળ ગ્રામ યોજના હેઠળ રૂા. ૬૫૦ કરોડની જોગવાઇ.

સક્ષમ ગ્રામ સમળદ્ધ ગ્રામ હેઠળ રૂા.૨૬૭ કરોડની જોગવાઇ.

મુખ્‍યમંત્રી ગ્રામોત્‍થાન યોજના હેઠળ રૂા.૧૦૦ કરોડની જોગવાઇ.

ગ્રામ્‍ય કક્ષાએ બહુઉદ્દેશીય સામાજિક માળખુ ઊભુ કરવા અટલવાડી યોજના હેઠળ રૂા.૬૦ કરોડની જોગવાઇ.

પંચાયત એડવાન્‍સમેન્‍ટ ઇન્‍ડેક્‍સ હેઠળ રૂા. ૫૦ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ રૂા.૧૭૫૫ કરોડની જોગવાઇ.

વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મિશન(ગ્રામીણ) (VB-G RAM G) અંતર્ગત કુલ રૂા.૧૫૦૦ કરોડનું આયોજન.

પ્રધાનમંત્રી કળષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્‍ટ કમ્‍પોનન્‍ટ ૨.૦ હેઠળ રૂા. ૧૨૨ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કેટેગરી-એ માં સમાવિષ્ટ લાભાર્થીઓ માટે રાજ્‍ય સરકારના ફાળામાંથી(ટોપ-અપ) રૂા. ૯૦ કરોડની જોગવાઇ.

૪૦૦ ગામોનું ગ્રે-વોટર સીધેસીધુ તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્‍ટ માટે રૂા. ૫૦ કરોડની જોગવાઇ.

મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્‍યાજ સહાય અને પ્રોત્‍સાહન પુરું પાડવા રૂા. ૪૭ કરોડની જોગવાઇ.

સ્‍વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકામાં વધારો થાય અને સીધું માર્કેટ પ્‍લેટફોર્મ મળી રહે તે માટે રૂા.૨૫ કરોડની જોગવાઇ.

સ્‍વ-સહાય જૂથની બહેનોને પોતાના ઉત્‍પાદનોના વેચાણ માટે કાયમી સ્‍થળ મળી રહે તે માટે ગ્રામ હાટ સ્‍થાપવા માટે રૂા.૨૦ કરોડની જોગવાઇ.

સ્‍વચ્‍છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ સામૂહિક શૌચાલયની સહાયમાં રૂા. ૨ લાખનો વધારો કરવા રૂા.૧૦ કરોડની જોગવાઇ.(૪.૧૫)

 

(4:06 PM IST)