<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

વાહન તથા લાયસન્‍સ માટે રાજકોટ, સુરત, વડોદરામાં પ્રીમીયમ અને એક્ષપ્રેસ સેવા

રાજકોટ, તા.૧૮: બંદરો અને વાહન વ્‍યવહાર વિભાગ માટે કુલ રૂ.૪૩૧૪ કરોડની જોગવાઇ.

વાહન વ્‍યવહારઃ જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્‍યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી ૨૯૬૩ જેટલી નવી બસો માટે રૂ.૧૨૮૬ કરોડની જોગવાઇ.

બાળકો અને સગીરોમાં ટ્રાફિક નિયમો તથા માર્ગ સલામતી અંગેની સમજ કેળવાય તે હેતુથી ટ્રાફિક ચિલ્‍ડ્રન પાર્ક વિકસાવવા રૂ.૨૫ કરોડની જોગવાઇ.

ઝડપી અને પારદર્શી વહીવટ માટે E-Governance હેઠળ રૂ.૧૫ કરોડની જોગવાઇ.

રાજ્‍યમાં વાહન તથા લાયસન્‍સ સંબંધિત પ્રિમિયમ અને એક્‍સપ્રેસ સેવાઓ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા ખાતે પૂરી પાડવા પ્રાયોગિક ધોરણે આયોજન છે.

બંદરો પ્રભાગઃ વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યાંકના દ્રષ્ટિકોણથી, ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા ૬૦૦ મિલિયન મેટ્રિક ટનથી ૨૦૪૭ સુધીમાં ૩૦૦૦ મિલિયન મેટ્રિક ટન સુધી વધારવાનું આયોજન છે.

ઇન્‍સેન્‍ટીવ અન્‍ડર શીપ બિલ્‍ડિંગ પોલિસી હેઠળ રાજ્‍યની શીપ બિલ્‍ડિંગ ક્ષમતા વધારવા જોગવાઇ. 

(4:09 PM IST)