<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રકચર યોજનાઃ ખાતેદારોને આકસ્‍મિક મૃત્‍યુ વખતે સહાય

વેલ્‍યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે એકસેલન્‍સના સમ્‍પ

ગાંધીનગર : કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂા.૨૪૦૨૨ કરોડની જોગવાઇ

પાક કળષિ વ્‍યવસ્‍થા

ખેડૂતોને વીજ સહાય આપવા રૂા. ૯૩૨૪ કરોડની જોગવાઇ.

સૂક્ષ્મ સિંચાઇ માટે રૂા. ૧૨૫૦ કરોડની જોગવાઇ.

કળષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્‍ટર ખરીદી સહાય માટે રૂા. ૮૦૦ કરોડની જોગવાઇ.

કળષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે રૂા.૭૬૫ કરોડની જોગવાઇ.

નાના ગોડાઉન બનાવવા મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના અંતર્ગત અંદાજિત ૧૫ હજાર ૪૩૬ ખેડૂતોને રૂા. ૧ લાખ સહાય આપવા રૂા. ૧૫૪ કરોડની જોગવાઇ.

ખાતેદાર ખેડૂતોના આકસ્‍મિક મળત્‍યુ/કાયમી અપંગતાના કિસ્‍સામાં રૂા. ૪ લાખ સુધીનું વીમા રક્ષણ આપવા રૂા. ૧૪૬ કરોડની જોગવાઇ.

અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા અને સીડ રીપ્‍લેસમેન્‍ટ રેટમાં વધારો કરવા રૂા. ૭૭ કરોડની જોગવાઇ.

ખેડૂત ખાતેદારને વિનામૂલ્‍યે સોઇલ હેલ્‍થ કાર્ડ વિતરણ કરવા મુખ્‍યમંત્રી સોઈલ હેલ્‍થ અભિયાન માટે રૂા. ૧૪ કરોડની જોગવાઇ.

ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્‍યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટેના છ (૬) સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ કેન્‍દ્ર ઉભા કરવા રૂા.૧૨ કરોડની જોગવાઇ.

જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્‍ટેડ ઓર્ગેનિક મેન્‍યોર અને લિક્‍વિડ ફર્મેન્‍ટેડ ઓર્ગેનિક મેન્‍યોરના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા રૂા. ૧૦ કરોડની જોગવાઇ.

બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ રૂા. ૭૯૮ કરોડની જોગવાઇ.

ફળપાકોમાં ફિલ્‍ડ કવર થકી ગુણવત્તાયુક્‍ત ઉત્‍પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા રૂા. ૩૦ કરોડની જોગવાઇ.

રાઈઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્‍સાહિત કરવાના કાર્યક્રમ માટે રૂા. ૧૨ કરોડની જોગવાઇ.

રાજ્‍ય કળષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કળષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે રૂા. ૧૦૬૩ કરોડની જોગવાઇ.

પ્રાકળતિક કળષિની વિવિધ પ્રવળત્તિઓ માટે રૂા.૩૯૨ કરોડની જોગવાઇ.

મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂા. ૫૦૦ કરોડની જોગવાઇ.

કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્‍સ્‍ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે રૂા. ૪૨૪ કરોડની જોગવાઇ.

ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ ૧ લાખ ૫૩ હજાર લાભાર્થીઓ આવરી લેવા રૂા. ૬૧ કરોડની જોગવાઇ.

રાજ્‍યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂા.૫૬ કરોડની જોગવાઇ.

મુખ્‍યમંત્રી નિઃશુલ્‍ક પશુ સારવાર યોજના માટે રૂા. ૫૨ કરોડની જોગવાઇ.

દરેક જિલ્લાની પશુ કલ્‍યાણ સમિતિને સહાય માટે રૂા. ૩૪ કરોડની જોગવાઇ.

મોટા દુધાળાં પશુના ડેરી ફાર્મ માટે રૂા. ૩૨ કરોડની જોગવાઇ.

કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્‍સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે રૂા. ૧૮ કરોડની જોગવાઇ.

 

ખેડૂતો-પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા રૂા. ૧૬ કરોડની જોગવાઇ.

સેક્‍સ્‍ડ સીમેન ડોઝના ઉત્‍પાદન માટે રૂા. ૧૩ કરોડની જોગવાઇ.

પશુઓમાં વંધ્‍યત્‍વ નિવારણ માટેના કેમ્‍પ આયોજિત કરવા રૂા. ૧૩ કરોડની જોગવાઇ.

મરઘા પાલન માટે આર.આઈ.આર. પક્ષી એકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા રૂા. ૧૨ કરોડની જોગવાઇ.

(4:06 PM IST)