<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ર૪ નવા મોડેલ ફાયર સ્‍ટેશન : નમો સ્‍વદેશી મોલ અને મેળા

નમો ગૌરવ પાર્ક, સીનીયર પાર્ક, સુગમ્‍ય ઉદ્યાન યોજના વગેરેની જાહેરાત

ગાંધીનગર, તા. ૧૮ :  નાણામંત્રીએ રાજયના બજેટમાં જાહેર કર્યુ છે.

આઇકોનિક અને નવીન પ્રોજેક્‍ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્‍જ ફંડ હેઠળ રૂ.૧૦૦ કરોડની જોગવાઇ.

 સુગમ્‍ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે રૂ.૯૦ કરોડની જોગવાઇ.

કેચ ધ રેઇન યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ.

અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે રૂ.૭૫ કરોડની જોગવાઇ.

૨૪ નવા સબ મોડેલ ફાયર સ્‍ટેશન તથા ગુજરાત સ્‍ટેટ ફાયર એકેડમી શરૂ કરવા રૂ.૫૦ કરોડની જોગવાઇ.

અફોર્ડેબલ રેન્‍ટલ હાઉસીંગ યોજના અંતર્ગત રૂ.૫૦ કરોડની જોગવાઇ.

ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના ઞ્‍ત્‍લ્‍ મેપિંગ તથા મુખ્‍ય શહેરી પ્રોજેક્‍ટ માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ.

નમો સ્‍વદેશી અર્બન મોલ અને સ્‍વદેશી મેળાઓ યોજવા માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ.ગિફ્‌ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ.

PM ઈ-બસ યોજના માટે રૂ.૪૦ કરોડની જોગવાઇ. 

(4:47 PM IST)