<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

નિકાસ ક્ષમતા વધારવા એકસપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ

ઓૈદ્યોગીક પાર્ક, ઓૈદ્યોગિક વસાહત, સંકલિત સુવિધા વગેરે માટે મહત્‍વની જોગવાઇ


ગાંધીનગરઃ ઉદ્યોગ અને ખાણ માટે રૂા.૯૮૭૩ કરોડની જોગવાઇ કરી છે. ટેક્‍સટાઇલ એકમોનાં પ્રોત્‍સાહન અર્થે રૂા.૨૭૫૫ કરોડની જોગવાઇ. આત્‍મનિર્ભર ગુજરાત સ્‍કીમ ફોર આસિસ્‍ટન્‍સ ટુ પ્‍લ્‍પ્‍ચ્‍ માટે રૂા.૧૭૭૫ કરોડની જોગવાઇ. ધોલેરા ખાતે ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઓગ્‍મેન્‍ટેશન હેઠળ રસ્‍તાઓનો વિકાસ કરવા માટે રૂા.૧૮૨ કરોડની જોગવાઇ. ઔદ્યોગિક ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરને સહાય યોજના અંતર્ગત રૂા.૫૫ કરોડની જોગવાઇ. ઔદ્યોગિક પાર્કને સહાય યોજના અંતર્ગત રૂા.૫૫ કરોડની જોગવાઇ. દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે રૂા.૫૦ કરોડની જોગવાઇ. અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્‍માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્‍થાપના માટે રૂા.૫૦ કરોડનું આયોજન. ગુજરાત ઇન્‍ટીગ્રેટેડ લોજીસ્‍ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત રૂા.૩૦ કરોડની જોગવાઇ. ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્‍તાઓની સ્‍વચ્‍છતા માટે રૂા.૧૦ કરોડની જોગવાઇ. રાજ્‍યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ (GEPC)ની સ્‍થાપના કરવાનું આયોજન.

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે રૂા. ૯૭૯ કરોડની જોગવાઇ.

‘‘વાજપાઈ બેંકેબલ યોજના'' હેઠળ સબસિડી સહાય માટે રૂા.૪૯૪ કરોડની જોગવાઇ. ખાદી સંસ્‍થા/મંડળીઓને વિવિધ સ્‍થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા રૂા.૫૭ કરોડની જોગવાઇ. One District One Product(ODOP) ઉત્‍પાદનોને પ્રોત્‍સાહન મળી રહે તે માટે રૂા.૨૫ કરોડની જોગવાઇ.  કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય.

(4:23 PM IST)