News of Wednesday, 18th February 2026
સનકી પ્રેમીઃ લગ્ન કરવાનો ઈનકાર કર્યો તો પ્રેમીએ પેટ્રોલ છાંટી લગાવી આગ પછી યુવતીને ગળે લગાવી
તેલંગાણાના મહેબૂબાબાદમાં એક દુઃખદ અને અમાનવીય ઘટના બની

મહેબૂબાબાદ,તા.૧૮: તેલંગાણાના મહેબૂબાબાદમાં એક દુઃખદ અને અમાનવીય ઘટના બની છે. જ્યાં એક યુવતીએ લગ્ન કરવાનો ઈનકાર કરતા એક શખ્સે ૨૮ વર્ષીય પરિણીતા પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દુકાનદાર હતો અને તેનો આ મહિલા સાથે પ્રેમસંબંધ હતો. તેને શંકા હતી કે આ મહિલા અન્ય કોઈ વ્યક્તના સંપર્કમાં છે અને તેને અવગણી રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપીએ મહિલાના ઘરમાં ઘૂસીને તેના પર પેટ્રોલ છાંટી દીધું અને પછી આગ લગાવી દીધી. જે બાદ તેણે મહિલાને ગળે લગાવી લીધી. જેથી બંને ભયાનક દાઝી ગયા હતા.
બંનેને તાત્કાલિક મહેબૂબાબાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પછી વધુ સારવાર માટે વરંગલની એક અન્ય સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના અનુસાર, મહિલા ૯૦ ટકા બળી ગઈ છે, જ્યારે આરોપી ૭૫ ટકા બળી ગયો છે. બંનેની હાલત ગંભીર છે
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
