<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી જવા રવાના થયા: AI સમિટમાં આપશે હાજરી

6 દિવસ ચાલનારી AI સમિટમાં 45 દેશોના પ્રતિનિધિ લઈ રહ્યા છે ભાગ: સર્વજન હિતાય, સર્વજન સુખાય ‘ ની થીમ પર સમિટનું આયોજન

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્લી જવા રવાના થયા છે. રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્લી જવા રવાના થયા છે. દિલ્લી ખાતે આયોજિત AI સમિટમાં ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ AI સમિટનો પ્રારંભ કરાવ્યો હતો . 6 દિવસ ચાલનારી AI સમિટમાં 45 દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે , 20 દેશોના નેતાઓ પણ દિલ્લી ખાતે આયોજિત સમિટમાં ભાગ લેશે. સર્વજન હિતાય, સર્વજન સુખાય ‘ ની થીમ પર સમિટનું આયોજન થયું છે .

(7:09 PM IST)