<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

જાતિ, ક્ષેત્ર, લિંગ અથવા જાતિના આધારે વ્‍યક્‍તિઓની ઓળખ કરવી એ પ્રતિગામી પગલું

સુપ્રીમ કોર્ટે પૂર્વોત્તર અને અન્‍ય પ્રદેશોના નાગરિકો સામે ભેદભાવ અને હિંસા અટકાવવા માટેની અરજી પર સુનાવણી કરી

નવી દિલ્‍હી,તા.૧૯: સુપ્રીમ કોર્ટે બુધવારે પૂર્વોત્તર અને અન્‍ય પ્રદેશોના નાગરિકો સામે ભેદભાવ અને હિસા અટકાવવા માટેની અરજી પર સુનાવણી કરી. કોર્ટે જણાવ્‍યું હતું કે જાતિ, ક્ષેત્ર, લિગ અને જાતિના આધારે વ્‍યક્‍તિઓની ઓળખ કરવી એ આઝાદીના આટલા વષોૈ પછી પણ પ્રતિગામી માર્ગ પાછળની તરફ જનારું પ્રગતિની વિરૂધ્‍ધ જનારું પગલું અપનાવવા સમાન હશે.

આ મામલો સીજેઆઈ સૂર્યકાંત અને જસ્‍ટીસ જોયમલ્‍યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્‍ચ સમક્ષ આવ્‍યો. બેન્‍ચે એટર્ની જનરલ આર. વેંકટરામણીને અરજીની તપાસ કરવા અને તેને યોગ્‍ય સત્તાવાળાને મોકલવાનો નિર્દેશ આપ્‍યો.

સુનાવણી દરમિયાન, અરજદાર, દિલ્‍હી સ્‍થિત વકીલ અનૂપ પ્રકાશ અવસ્‍થીએ બેન્‍ચ સમક્ષ દલીલ કરી હતી કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્‍યો હતો, પરંતુ કાયદા ઘડનારાઓએ આવા નફરતના ગુનાઓનો સામનો કરવા માટે એજન્‍સી બનાવવાનો ઇન્‍કાર કર્યો હતો. બેન્‍ચે જણાવ્‍યું હતું કે ગુનો એક ગુનો છે અને તેની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ.

બેન્‍ચે પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, હાલ માટે, અમે આ બાબતને સક્ષમ અધિકારીને મોકલવાનું યોગ્‍ય માનીએ છીએ.

કેસની સુનાવણી કરતી બેન્‍ચે જાહેર કર્યું હતું કે, રિટ અરજીનો નિકાલ અરજદારને અરજીની સોફટ કોપી તેમજ આ આદેશની નકલ એટર્ની જનરલની ઓફિસમાં સબમિટ કરવાની સ્‍વતંત્રતા સાથે કરવામાં આવે છે.

ત્રિપુરાના ૨૪ વર્ષીય એમબીએ વિદ્યાર્થી અંજેલ ચકમાની ક્રૂર હત્‍યાના સંદર્ભમાં ગયા વર્ષે ડિસેમ્‍બરમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી.

અગરતલાની હોલી ક્રોસ સ્‍કૂલમાંથી સ્‍નાતક થયેલા અને પછી એમબીએ કરવા માટે દેહરાદૂન ગયેલા ચકમાને તેમના નાના ભાઈ માઈકલની હાજરીમાં છરીના ઘા મારીને હત્‍યા કરવામાં આવી હતી.

(10:14 AM IST)