<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

મથુરામાં એક જ પરિવારના ત્રણ સહિત ચારનાં મોત

પૂર ઝડપે આવતી કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાયા બાદ ગોવર્ધન નહેરમાં ખાબકી

મથુરા તા.૧૯: ઉત્તર પ્રદેશના મથુરાના મગોરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં એક કાર નહેરમાં ખાબકી હતી. જેમાં ચાર યુવકોના મોત થયા હતા. તેઓ રાજસ્‍થાનમાં એક લગ્ન સમારંભમાં જઈ રહ્યો છે. મૃતકોમાં ત્રણ એક જ પરિવારના હતા.

જાણકારી મુજબ, પૂર ઝડપે આવતી કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાયા બાદ ગોવર્ધન નહેરમાં ખાબકી હતી. નહેરમાં પાણી હોવાના કારણે ડૂબી ગઈ હતી. અવાજ સાંભળીને આસાપાસના લોકો પહોંચ્‍યા હતા અને કારમાં સવાર લોકોને બચાવવા નહેરમાં છલાંગ લગાવી હતી. પોણા બે કલાકની જહેમત બાદ ગ્રામીણોએ તેમને બહાર કાઢી હતી. ત્‍યાં સુધીમાં ચારેયના મોત તઈ ગયા હતા.

જે બાદ ટ્રેકટર સાથે દોરડું બાંદીને કારને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર નંબરના આધારે પોલીસે મૃતકોના પરિવારજનો સાથે સંપર્ક કર્યો અને દુર્ઘટનાની જાણ કરી હતી. એસપી દેહાત સુરેશ ચંદ્ર રાવતે જણાવ્‍યુ્‌ં કે, મહાવન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના બલદેવગઢ ગામના રહેવાસી રાહુલ, અમિત અને મોહિત તેમના અન્‍ય એક મિત્ર સાથે રાજસ્‍થાનના ડીંગ તરફ જતા હતા. નગલા દેવિયા ગામ નજીક એક વળાંકમાં તેમની સ્‍પીડમાં આવતી કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈને નહેરમાં ખાબકી હતી. ત્‍યાં નજીકની દુકાનના સેલ્‍સમેન અને મકાનના કેટલાક લોકોએ આ જોઈ શોર મચાવ્‍યો હતો. સેલ્‍સમેને આ લોકોને બચાવવા નહેરમાં ઝંપલાવ્‍યું હતું પરંતુ પાણીને તીવ્ર વહેણના કારણે તે થોડીવારમાં બહાર આવી ગયો હતો. અડધા કલાક બાદ ગ્રામીણો દોરડું લઈને પહોંચ્‍યા હતા. પોલીસે આશરે બે કલાક જેટલી જહેમત બાદ કારને પાણીમાંથી બહાર કાઢી હતી

(10:19 AM IST)