<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ   મો. ૯૪ર૭ર પ૪ર૭૬

તમે એ વાત જાણીને ચકિત થશો કે ラ આ જગતના અતિ ધનવાન લોકો નિર્ધનથી પણ વધુ નિર્ધન છે. તેમનો બાહ્ય વૈભવ જોઈને તમને લાગશે કે તેઓ ખૂબ ધનવાન છે. પરંતુ જરા તેમના અંતરમાં ડોકિયું કરશો, તો માત્ર રાખ જ મળશે. ધનવાનને તમે ભાગ્‍યે જ જીવંત અનુભવશો કારણ? કારણ કે ધનવાને જીવનને વેચી વેચીને તો ધન ભેગું કર્યું! જીવનની બધી સંવેદનાઓને જીવનની બધી કાવ્‍યાત્‍મકતાને તો વેચી નાંખી. અને ધન એકઠું કરી લીધું ラ એ આશામાં કે કયારેક સુખ પ્રાપ્‍ત થશે. 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:19 AM IST)