News of Thursday, 19th February 2026
સાઉથ સિનેમામાં આવશે મોટું તોફાન! 'રેડ જાયન્ટ મૂવીઝ'ના રહસ્યમય ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
"જ્યારે સિતારાઓ એકસાથે આવે, ત્યારે કોઈ પક્ષ લેવાની જરૂર નથી": 'રેડ જાયન્ટ 17' ના શક્તિશાળી પોસ્ટરે ચાહકોમાં જગાવી ભારે ઉત્સુકતા

ચેન્નાઈ, તા. ૧૯: દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગનું પ્રતિષ્ઠિત નામ 'રેડ જાયન્ટ મૂવીઝ' ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 'વિક્રમ' અને '૭ ઓમ અરિવુ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા આ પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર એક અત્યંત પ્રભાવશાળી ટીઝર અને પોસ્ટર રિલીઝ કર્યું છે, જેના કારણે સિનેમા પ્રેમીઓમાં અટકળોનું બજાર ગરમ થયું છે. આ પોસ્ટર પર લખેલા શબ્દો, "જ્યારે તારાઓ એક સાથે આવે છે, ત્યારે એક બાજુ ઊભા રહેવાની જરૂર નથી," એ કોઈ મોટા અને મલ્ટિ-સ્ટારર પ્રોજેક્ટ તરફ ઈશારો કરી રહ્યા હોય તેમ લાગે છે.
નિયમો બદલી નાખતી વાર્તાનું વચન
રેડ જાયન્ટ મૂવીઝે આ પોસ્ટર સાથે એક રહસ્યમય કેપ્શન પણ શેર કર્યું છે, જેમાં લખ્યું છે કે, "કેટલીક વાર્તાઓ નિયમોનું પાલન કરે છે, પણ કેટલીક ફિલ્મો તે નિયમો જ બદલી નાખે છે." આ કેપ્શન પરથી અંદાજ લગાવી શકાય છે કે કંપની આ વખતે કંઈક એવું લાવી રહી છે જે અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ તોડી નાખશે. ચાહકોને આ 'રહસ્ય' પરથી પડદો હટવાની રાહ જોવા માટે આજે સાંજે ૭:૧૨ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.
'રેડ જાયન્ટ 17' શું છે?
સોશિયલ મીડિયા પર આ પ્રોજેક્ટ 'રેડ જાયન્ટ 17' (Red Giant 17) તરીકે ઓળખાઈ રહ્યો છે. ચાહકોમાં એવી ચર્ચા છે કે શું આ કોઈ સુપરસ્ટારની ૧૭મી ફિલ્મ છે કે પછી પ્રોડક્શન હાઉસનો ૧૭મો મોટો પ્રોજેક્ટ? દક્ષિણ ભારતની ફિલ્મોના મોટા કલાકારો જેવા કે કમલ હાસન, વિજય અથવા અજિત કુમારના નામ આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી રહ્યા છે, પરંતુ સત્તાવાર રીતે હજુ સુધી કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી.
ઈતિહાસ રચવાની તૈયારી
રેડ જાયન્ટ મૂવીઝનો ઈતિહાસ રહ્યો છે કે તેઓ હંમેશા ભવ્ય અને ગુણવત્તાયુક્ત ફિલ્મો પીરસે છે. ૨૦૧૧માં '૭ ઓમ અરિવુ' અને ૨૦૨૨માં લોકેશ કનગરાજની 'વિક્રમ' દ્વારા તેમણે સાબિત કર્યું છે કે તેઓ ભારતીય સિનેમાના ખરા 'જાયન્ટ' છે. હવે જ્યારે સાંજે ૭:૧૨ વાગ્યે આ રહસ્ય પરથી પડદો ઉઠશે, ત્યારે આખા ભારતનું સિનેમા જગત સ્તબ્ધ થઈ જવાની અપેક્ષા છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
