હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
Swiggy નો મોટો ઝટકો: 15 મિનિટમાં નાસ્તો પહોંચાડતી 'Snacc' એપ લોન્ચિંગના એક જ વર્ષમાં બંધ, શું ડિલિવરી બોય્સની નોકરી જશે?
નુકસાનનો ગ્રાફ વધતા કંપનીએ લીધો આકરો નિર્ણય: બેંગલુરુ અને ગુરુગ્રામમાં ચાલતો પ્રયોગ નિષ્ફળ, કર્મચારીઓના ભવિષ્ય પર સસ્પેન્સ.

બેંગલુરુ :ફૂડ ડિલિવરી ક્ષેત્રની જાયન્ટ કંપની સ્વિગીએ ગ્રાહકોને ઝડપી સેવા આપવા માટે શરૂ કરેલી તેની મહત્વકાંક્ષી એપ 'Snacc' ને તાળા મારી દીધા છે. માત્ર 15 મિનિટમાં ગરમાગરમ નાસ્તો ઘરે પહોંચાડવાનો દાવો કરતી આ સર્વિસ તેના લોન્ચિંગના એક વર્ષની અંદર જ નુકસાનના ખાડામાં ઉતરી ગઈ છે. બિઝનેસ વૃદ્ધિની અપેક્ષા મુજબના પરિણામો ન મળતા કંપનીએ આ આખું વર્ટિકલ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સ્વિગીએ 'Snacc' એપ ખાસ કરીને ઓફિસ ગોઅર્સ અને કોલેજ સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને બેંગલુરુ અને ગુરુગ્રામ જેવા શહેરોમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરી હતી. કંપનીનો હેતુ 10-15 મિનિટમાં ક્વિક બાઈટ્સ પહોંચાડવાનો હતો. જોકે, ઓપરેશનલ ખર્ચ અને ડિલિવરી પાર્ટનર્સના મેનેજમેન્ટમાં ભારે ખર્ચ સામે નફો ઓછો થતા કંપનીએ આ સાહસ આટોપી લીધું છે. હવે યુઝર્સ સ્વિગીની મુખ્ય એપ પરથી જ ઓર્ડર કરી શકશે, પણ 15 મિનિટની ગેરંટી હવે ઇતિહાસ બની જશે.
સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે આ એપ માટે કામ કરતા સેંકડો કર્મચારીઓનું શું થશે? સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વિગી આ વર્ટિકલના કર્મચારીઓને છૂટા કરવાને બદલે તેમને કંપનીના અન્ય વિભાગો જેમ કે 'ઇન્સ્ટામાર્ટ' અથવા 'મેઈન ફૂડ ડિલિવરી'માં સમાવી લેવાની યોજના બનાવી રહી છે. આનાથી રાહતના સમાચાર એ છે કે મોટા પાયે છટણી થવાની શક્યતા ઓછી છે, જોકે કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ઝોમેટો અને બ્લિંકિટ જેવી કંપનીઓ સાથેની હરીફાઈમાં સ્વિગી સતત નવા પ્રયોગો કરી રહી છે. પરંતુ 'Snacc' ના કિસ્સામાં એવું લાગે છે કે ખૂબ જ ટૂંકા સમયમાં ડિલિવરી કરવાની મર્યાદા આર્થિક રીતે પોસાય તેમ નહોતી. નિષ્ણાતો માને છે કે માત્ર ગતિ નહીં પણ ગુણવત્તા અને આર્થિક વ્યવહારુતા પણ બિઝનેસ ટકાવી રાખવા માટે જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
