<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

'ધ કેરળ સ્ટોરી-2' સામે પિનરાઈ વિજયનનો હલ્લાબોલ: "કેરળને બદનામ કરવાનું કાવતરું ફરી એકવાર નિષ્ફળ જશે", સિક્વલના સમાચારે મચાવ્યો રાજકીય ખળભળાટ!

મુખ્યમંત્રીએ સેન્સર બોર્ડની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલ: નફરત ફેલાવતા એજન્ડા અને જુઠ્ઠાણા સામે જનતાને એક થવા આહવાન.

તિરુવનંતપુરમ:વર્ષ 2023માં બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી સાથે વિવાદોનું વંટોળ ઉભું કરનાર ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે વિવાદ ફિલ્મની સિક્વલ એટલે કે ભાગ-2 ને લઈને છે. સિક્વલના સમાચાર મળતા જ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આકરા તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ ફિલ્મ માત્ર નફરત ફેલાવવાનો અને રાજ્યની ધર્મનિરપેક્ષ છબીને ખરડવાનો એક સુનિયોજિત પ્રયાસ છે.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની નારાજગી ઠાલવતા લખ્યું કે, "પહેલા ભાગમાં જે રીતે સાંપ્રદાયિક એજન્ડા અને જુઠ્ઠાણા પીરસવામાં આવ્યા હતા તે સૌની સામે છે. હવે તેની સિક્વલની રિલીઝના સમાચારને ગંભીરતાથી લેવાની જરૂર છે." તેમણે ઉમેર્યું કે કેરળની સમજદાર જનતા આ પ્રકારના નફરતથી ભરેલા એજન્ડાને ફરી એકવાર નકારી કાઢશે અને પોતાની એકતા સાબિત કરશે.
મુખ્યમંત્રીએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મુદ્દે સેન્સર બોર્ડ અને તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે, તે આશ્ચર્યની વાત છે કે સમાજમાં વિભાજન પેદા કરતી ફિલ્મોને સરળતાથી મંજૂરી મળી જાય છે, જ્યારે સાચી અને રચનાત્મક કલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે જનતાને અપીલ કરી કે કેરળની શાંતિપૂર્ણ ભૂમિને 'આતંકનું કેન્દ્ર' બતાવવાના આ પ્રોપેગેન્ડાનો સખત વિરોધ થવો જોઈએ.
સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત 'ધ કેરળ સ્ટોરી'ના પહેલા ભાગમાં 32,000 મહિલાઓના ગાયબ થવાના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા, જેની સામે ભારે વિરોધ થયો હતો. જોકે ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી, પરંતુ કેરળ સરકારે તેને હંમેશા "પ્રચાર ફિલ્મ" ગણાવી છે. હવે જ્યારે બીજા ભાગની તૈયારીઓની અફવાઓ તેજ બની છે, ત્યારે કેરળમાં ફરી એકવાર વૈચારિક અને રાજકીય યુદ્ધના મંડાણ થયા છે.

'ધ કેરળ સ્ટોરી-2' સામે પિનરાઈ વિજયનનો હલ્લાબોલ: "કેરળને બદનામ કરવાનું કાવતરું ફરી એકવાર નિષ્ફળ જશે", સિક્વલના સમાચારે મચાવ્યો રાજકીય ખળભળાટ!
--  મુખ્યમંત્રીએ સેન્સર બોર્ડની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલ: નફરત ફેલાવતા એજન્ડા અને જુઠ્ઠાણા સામે જનતાને એક થવા આહવાન.

    ફોટો kerala 

(12:11 AM IST)