હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ સહિત ૨૫ સાંસદોને ગોળી મારી દેવાની ધમકી
પોલીસે કોટાથી આરોપીની અટકાયત કરીઃ આરોપીએ પોતાની ઓળખ કરણી સેનાના પ્રવક્તા રાજસિંહ તરીકે આપી હતીઃ ભાજપ અને કરણી સેનાએ આરોપીઓ સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો

કોટા,તા.૨૦: રાજસ્થાન પોલીસે કોટાથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ૨૫ કોંગ્રેસ સાંસદોને ગોળી મારી દેવાની ધમકી આપતો વિડિયો અપલોડ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર વિડિયોમાં દેખાતો વ્યક્તિ જેણે પોતાની ઓળખ રાજસિંહ તરીકે આપી છે, તે કરણી સેનાનો પ્રવક્તા છે અને તેણે લોકસભામાં તાજેતરમાં બનેલી એક ઘટના અંગે ધમકીઓ પણ આપી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમણે આરોપ લગાવ્યો કે સંસદના તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્રના પહેલા ભાગમાં ૨૫ કોંગ્રેસના સાંસદો દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલા પર કરવામાં આવેલા અનેક અપશબ્દોથી ભાજપ અને કરણી સેનાના કાર્યકરો ગુસ્સે હતા.
કથિત વિડિયોમાં રાજ સિહે ચેતવણી આપી હતી કે જો આવી ઘટના ફરી બનશે તો તે સાંસદોના ઘરોમાં ઘૂસીને તોડફોડ કરશે. રાહુલ ગાંધીને ધમકી આપતા તેમણે કહ્યું- જો આવી ઘટના ફરી બનશે તો અમે તે સાંસદોના ઘરમાં ઘૂસીને તોડફોડ કરીશું. મારું માનવું છે કે આ ઘટના રાહુલ ગાંધીના આદેશ પર બની છે. રાહુલ ગાંધી ધ્યાનથી સાંભળો, જો આવી ઘટના ફરી બનશે તો અમે તમારા ઘરમાં ઘૂસીને તમને ગોળી મારીશું.
તેમણે કહ્યું કે જો ૨૪ કલાકની અંદર ૨૫ સાંસદોની ધરપકડ નહીં કરવામાં આવે તો અમે બધાને એક પછી એક ગોળી મારી દઈશું.
સોશિયલ મીડિયા પર આ વિડિયો સામે આવ્યા બાદ કોટામાં પોલીસે કાર્યવાહી કરી અને આરોપીની અટકાયત કરી. કોટાના પોલીસ અધિક્ષક તેજસ્વની ગૌતમે પીટીઆઈને જણાવ્યું કે આ વ્યક્તિને બોરખેડા પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. અને વિડિયોના સંદર્ભમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વિડિયોમાં આરોપીની પાછળ દિવાલ પર પીએમ મોદી અને સ્પીકર ઓમ બિરલાની હાથ મિલાવતી તસવીર લટકાવવામાં આવી છે. ભાજપ અને કરણી સેના બંનેએ તે વ્યક્તિ સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. ભાજપ કોટા શહેર પ્રમુખ રાકેશ જૈને કહ્યું કે વિડિયોમાં દેખાતી વ્યક્તિનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
