હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દરેક જિલ્લા અને શહેર માટે અલગ અલગ ઈલેકશન કમિટી બનાવાશેઃ સ્થાનિક કક્ષાએ જ ઉમેદવારો નક્કી થાય તેવી વ્યવસ્થા
ચૂંટણી પહેલા કોંગ્રેસનું મંથનઃ ગુજરાતના નેતાઓને દિલ્હીનું તેડું: ભાજપ-AAPને રોકવા ઘડાશે ચક્રવ્યૂહ

નવી દિલ્હી,તા.૨૦: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. , જેમાં ગુજરાત કોંગ્રેસના અસ્તિત્વ અને ભવિષ્યની રણનીતિ અંગે ગહન ચર્ચાઓ થશે.
આ બેઠકમાં આજે ગુજરાત કોંગ્રેસના લગભગ તમામ મોટા ચહેરાઓ હાજર છે, જેમાં શક્તિસિહ ગોહિલ (પ્રદેશ પ્રમુખ), અમિત ચાવડા (વિધાનસભા પક્ષના નેતા), તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલ જેવા પૂર્વ પ્રમુખો અને સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય એજન્ડા છેલ્લા ૬ મહિનામાં ગુજરાત કોંગ્રેસે કરેલી કામગીરીની સમીક્ષા કરવાનો છે. રાહુલ ગાંધીની હાજરીમાં નેતાઓએ પોતાના કામનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનું રહેશે. દરેક જિલ્લા અને શહેર માટે અલગ-અલગ ઇલેક્શન કમિટી બનાવવામાં આવશે. સ્થાનિક સ્તરે જ ઉમેદવારોના નામ નક્કી થાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે. સિનિયર નેતાઓને દરેક જિલ્લા અને શહેરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે, જેની જાહેરાત આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે.
ગુજરાતમાં હાલ કોંગ્રેસ બેવડા પડકારનો સામનો કરી રહી છે. એકતરફ ભાજપનું મજબૂત સંગઠન છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી (આપ) ના પગપેસારાએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું છે. કોંગ્રેસ માટે આ લડાઈ હવે માત્ર સત્તાની નથી, પણ અસ્તિત્વ ટકાવી રાખવાની છે. આંતરિક કકળાટને ડામીને ફરી બેઠા થવા માટે હાઈકમાન્ડ આ વખતે કડક વલણ અપનાવી શકે છે.
લાંબા સમયથી ગુજરાતમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સમાન છે. ભાજપની મજબૂતી સામે ટકી રહેવા માટે કોંગ્રેસ હવે 'માઈક્રો-લેવલ' પ્લાનિગ પર ભાર મૂકી રહી છે. આજની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો અને નવી ઉર્જા જોવા મળે છે કે કેમ, તે જોવું રહ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
