News of Friday, 20th February 2026
લગ્ન મંડપમાં વરરાજાએ દુલ્હનને જોઈને તેના પગ સ્પર્શ કર્યા
લાખો લોકોનો દિલ જીતનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : વરરાજાએ દુલ્હનના પગે લાગીને એ સાબિત કર્યું કે, સંબંધમાં કોઈ નાનું કે મોટું હોતું નથી, પરંતુ પરસ્પર સન્માન જ સંબંધને મજબૂત બનાવે છે

નવી દિલ્હી,તા.૨૦: ભારતીય લગ્નોમાં પરંપરાઓ અને રીત-રિવાજોનું વિશેષ મહત્ત્વ હોય છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે, વર-કન્યા એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં માત્ર કન્યાએ જ નહીં, પણ વરરાજાએ જે કર્યું તે જોઈને લોકો આ કપલના વખાણ કરતા થાકતા નથી.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્નની વિધિઓ પૂર્ણ થયા બાદ દુલ્હન આદરપૂર્વક નીચે નમીને વરરાજાના પગે લાગે છે. સામાન્ય રીતે ઘણી ભારતીય પરંપરાઓમાં પત્ની પતિના પગે લાગે તેને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે દુલ્હનને પગે લાગતી જોઈને વરરાજા તરત જ નીચે નમ્યો અને તેણે પણ દુલ્હનના પગ સ્પર્શ કર્યા હતા. જોકે, આ વીડિયો જોઈને લોકો વરરાજાનાં સંસ્કારના વખાણ કરી રહ્યા છે. વરરાજાએ જે કર્યું એ જોઈને ત્યાં હાજર મહેમાનો અને ખુદ દુલ્હન પણ આヘર્યચકિત થઈ ગઈ હતી. આ દ્રશ્ય સમાનતા અને પરસ્પર આદરનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.
સંસ્કારી કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, 'આ ખરેખર સુંદર છે, લગ્ન એટલે એકબીજા પ્રત્યે સમાન આદર.' બીજા એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, 'આજના સમયમાં આવા વિચારોની જરૂર છે, આ સાચું પર્ફેક્ટ કપલ છે.' તો બીજી તરફ કેટલાક લોકોએ આ વીડિયોને સૌથી બેસ્ટ કહ્યો છે. આજના આધુનિક યુગમાં જ્યાં સ્ત્રી-પુરુષ સમાનતાની વાતો થાય છે, ત્યાં આ વીડિયો એક જીવંત ઉદાહરણ તરીકે ઉભરી આવ્યો છે.
જોકે, વરરાજાએ દુલ્હનના પગે લાગીને એ સાબિત કર્યું કે, સંબંધમાં કોઈ નાનું કે મોટું હોતું નથી, પરંતુ પરસ્પર સન્માન જ સંબંધને મજબૂત બનાવે છે. આ વીડિયોએ એ જૂની માન્યતાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે જ્યાં માત્ર પત્નીએ જ પતિને માન આપવાનું હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ તેને શેર કર્યો છે. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે ભારતીય લગ્નો હવે બદલાઈ રહ્યા છે અને નવી પેઢી પરંપરાઓની સાથે સાથે સમાનતાના મૂલ્યોને પણ એટલું જ મહત્ત્વ આપી રહી છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
